સોરઠીયાવાડી સર્કલ પાસેથી રવિ સરસીયા છરી સાથે પકડાયો
રાજકોટ,તા.૧૩: શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસેથી વાહન ચેંકીગ દરમ્યાન ભકિતનગર પોલીસે ભરવાડ શખ્સને છરી સાથે પકડી લીધો છે.
મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર ખુરશીદ અહમદ તથા ડીસીપી રવી મોહન સૈની અને એસીપી એચ.એલ. રાઠોડ ની સુચનાથી ભકિતનગર પોલીસ મથક પીઆઇ વી.કે.ગઢવી તથા પીએસઆઇ પી.વી. જેબલીયા, આર.એન.સાકળીયા, એ.વી.પીપેરોતર એએસ આઇ જ્યુભા પરમાર, વિક્રમભાઇ , રણજીતિૅસહ, ભાવેશભાઇ, વાલજીભાઇ, મનિષભાઇ, ભુપેન્દ્રસિંહ તથા વિશાલભાઇ સહિત સોરઠીયા વાડી સર્કલ પાસે વાહન ચેંકીગમાં હતા ત્યારે ત્યાંથી એક નંબર વગરનું એકટીવા લઇને નિકળેલા રવિ લાધાભાઇ સરસીયા (ઉવ.૨૨) (રહે. રાવકીગામ તા. લોધિકા મુળ ભાડવા તા. કોટડાસાંગાણી) ને રોકી તલાશી લેતા એકટીવામાંથી છરી મળી આવતા તેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.