રાજકોટ
News of Wednesday, 13th November 2019

કોલેજોમાં બીજા સત્રનો પ્રારંભઃ ૧૮ મીથી બીજા તબક્કાની પરીક્ષાઃ ૭૧૭૭૦ પરીક્ષાર્થીઓ

બી.કોમ. સેમ. ૩ના ર૭૩૯૧ છાત્રો આપશે પરીક્ષાઃ રર ચેકીંગ ટુકડી તૈનાત રહેશે

રાજકોટ, તા., ૧૩: દિવાળી વેકેશનની રજાની મજા માણ્યા બાદ આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નવા સત્રનો પ્રારંભ થયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આજે બીજા તબક્કાની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ૧૮ મી નવે.થી શરૂ થનાર પરીક્ષામાં વિવિધ વિદ્યાર્થીઓની કુલ ર૭ પરીક્ષામાં ૭૧૭૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

બીજા તબક્કાની બી.એ સેમ.૩ (રેગ્યુ.) ૧૪૭૭પ, બીએસેમ-૩ એક્ષટનલ ૬૯૪ર, બીબીએ સેમ.૩  ૩૯૧ર, બીસીએ સેમ-૩ ૩૬૦૧, બી.કોમ સેમ. ૩ રેગ્યુ. ર૭૩૯૧,  બી.કોમ સેમ (એક્ષટનલ) રપપપ, બીએસસી સેમ-૩, ૮૧૭ર સહિતની પરીક્ષાઓ લેવાનાર છે. પરીક્ષામાં ગેરરીતી અટકાવવા રર થી વધુ ચેકીંગ સ્કવોડ કાર્યરત રહેશે.

(3:35 pm IST)