રાજકોટ
News of Wednesday, 13th November 2019

ભત્રીજાની પાછળ દોડી ગાળો ભાંડનારા શખ્સોને સમજાવવા જતાં દિનેશ કંટારીયા પર પાઇપના ઘા

રોહીદાસપરાના યુવાનને પલો, મુકેશ, સતિષે ફટકારતાં સારવાર લેવી પડી

રાજકોટ તા. ૧૩: કુવાડવા રોડ પર રોહીદાસપરા-૧માં રહેતાં અને મજૂરી કરતાં દિનેશ બીજલભાઇ કંટારીયા (ઉ.૩૦) નામના ચમાર યુવાનને સાંજે લાતી પ્લોટ-૧૧માં પોતાના ભાઇ નારણભાઇના ડેલા પાસે હતો ત્યારે પલો, મુકો, સતિષ સહિતના શખ્સોએ પાઇપથી હુમલો કરી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. દિનેશના કહેવા મુજબ તેનો ભત્રીજો કરણ ટુવ્હીલર હંકારીને નીકળતાં તેને પલા, મુકા સહિતના શખ્સોએ કારણ વગર ગાળો ભાંડી તેની પાછળ દોડી હેરાન કરતાં પોતે આ શખ્સોને સમજાવવા માટે મોટા ભાઇના ડેલા પાસે જતાં પલો સહિતનાએ ધસી આવી હુમલો કર્યો હતો. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(1:01 pm IST)