રાજકોટ
News of Wednesday, 13th November 2019

મારા પત્નિને તમારા ઘરે શું કામ આવવા દ્દયો છો?...કહી યશપાલસિંહે પડોશી કોૈશલ્યાબાને લાફો મારી પછાડી દીધા

મારા અને મારી પત્નિ ઝઘડામાં કોઇ દિવસ વચ્ચે પડતાં નહિ...તેમ કહી કોૈશલ્યાબાના પુત્ર ઇન્દ્રજીતસિંહને પણ ગાળો દઇ ખૂનની ધમકી આપીઃ ફળીયામાં પથ્થરમારો કરી ભાગી ગયો

રાજકોટ તા. ૧૩: આનંદનગર કોલોનીમાં રહેતાં બાંધામના ધંધાર્થી દરબાર યુવાનના ઘરે પડોશી દરબાર પરિણીતાએ રડતાં-રડતાં આવી પોતાના પતિ હેરાન કરતાં હોવાની ફરિયાદ કરતાં એ વખતે તેણીના પતિએ પણ પાછળ આવી 'મારી ઘરવાળીને કેમ તમારા ઘરે આવવા દ્દયો છો?' કહી ડખ્ખો કરી દરબાર યુવાનના માતાને જાપટ મારી પછાડી દીધા બાદ ઘરના ફળીયામાં પથ્થરમારો કરી બાંધકામના ધંધાર્થીને ગાળો ભાંડી ધમકી દઇ ભાગી જતાં ગુનો નોંધાયો છે.

બનાવ અંગે પોલીસે કોઠારીયા રોડ આનંદનગર કોલોની કવાર્ટર નં. ૧૫૦માં રહેતાં અને બાંધકામનો ધંધો કરતાં ઇન્દ્રજીતસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.૩૩) નામના યુવાનની ફરિયાદ પરથી યશપાલસિંહ વાઘેલા સામે ગુનો નોંધ્યો છે.

ઇન્દ્રજીતસિંહના કહેવા મુજબ હું માતા-પિતા, પત્નિ અને બે સંતાન સાથે રહુ છું.  ગત રાતે સાડા દસેક વાગ્યે હુંે ઘરમાં ટીવી જોતો હતો ત્યારે સામે અજંતા પાર્કમાં રહેતાં શિવાનીબા યશપાલસિંહ વાઘેલા રડતાં-રડતાં અમારા ઘરે આવતાં મારા માતા કોૈશલ્યાબા અને પિતા મહિપતસિંહ તથા મારા પત્નિ પૂજાબાએ તેમને છાના રાખી શું થયું? તેમ પછુછતાં તેણે કહ્યું હતું કે-મારા પતિ યશપાલસિંહ મારી સાથે માથાકુટ કરે છે તેથી હું તમારા ઘરે આવી છું, મને બચાવો.

થોડીવાર પછી યશપાલસિંહ વાઘેલા પણ મારા ઘરે આવેલા અને જોર-જોરથી રાડોડ પાડી ગાળો બોલી 'મારા પત્નિને તમારા ઘરે કેમ આવવા દ્દયો છો?' તેમ કહી ઝઘડો કરતાં મારા માતા તેને સમજાવવા ડેલી પાસે જતાં તેણે મારા માતાને એક જાપટ મારી દઇ ધક્કો મારીદેતાં મારા પિતા અને હું વચ્ચે પડતાં યશપાલસિંહે વધુ ઉશ્કેરાઇ જઇ પથ્થરના ઘા અમારા ફળીયામાં કર્યા હતાં. જે કોઇને લાગ્યા નહોતાં.

એ દરમિયાન મુકેશભાઇ કારીયા સહિતના લોકો આવી જતાં યશપાલસિંહ ભાગી ગયેલ. જતાં જતાં ધમકી આપી હતી કે-આજે તો જવા દઉ છું પણ હવે પછી મારા પત્નિના અને મારા ઝઘડામાં વચ્ચે પડ્યા તો જાનથી મારી નાંખીશ.  ભકિતનગરના એએસઆઇ સુભાષભાઇ ડાંગરે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:55 am IST)