રાજકોટ
News of Wednesday, 13th November 2019

સોનીબજારમાંથી 4 કરોડનું ફુલેકુ : પિતા-પુત્રો 10થી 12 કિલો સોનુ લઇને ફરાર: ખળભળાટ

ધર -દુકાનને તાળા મારી ભાગી ગયા : સોશ્યલ મીડિયામાં વહેતા મેસેજથી બજાર સ્તબ્ધ

રાજકોટ : શહેરની શાન સમી સોનીબજારમાં મંદીના માહોલ વચ્ચે સોનુ ઓળવી જવાના બનાવો વધ્યા છે નાના મોટા અનેક કિસ્સાઓ બહાર આવતા જાય છે જોકે આમાંથી ભાગ્યેજ કોઈ એકાદ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવાય છે ત્યારે સોનીબજારમાં વધુ એક પેઢી ચાર કરોડનું ફુલેકુ ફેરવી નાશી ગયાનો બનાવ બહાર આવ્યો છે સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ મેસેજ મુજબ સોનીબજારમાં સોનાનું હોલ્સલનો વેપાર કરતા પિતા પુત્ર 10 થી 12 કિલો સોનુ લઈને ફરાર થયા છે

 સોનીબજારમાં ચર્ચાતી વિગત મુજબ સોનીબજારમાં જુદા જુદા વેપારીઓ અને કારીગરો પાસેથી સોનીબજારમાં જાણીતી પેઢીના પિતા પુત્રો ચાર કિલો સોનુ ઓળવી ગયા છે અને દિવાળી તહેવારો બાદ અચાનક ફરાર થઇ જતા સોનીબજાર સ્તબ્ધ બની છે

 ચર્ચાતી વિગત મુજબ દિવાળી તહેવારો બાદ પણ આ વેપારીની ભાડાની દુકાન નહિ ખોલતા દુકાન માલિકને મળીને દુકાન ખોલાવી હતી જોકે તેમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી તેમાં હવે અમો આવવાના નથી અને દુકાનનું ફર્નિચર દીકરીને પહોંચાડી દેવાની વાત કરી હોય વેપારીઓનો જીવ તાળવે ચોંટ્યો હતો

(11:45 am IST)