રાજકોટ
News of Wednesday, 13th November 2019

સાંજે રાજકોટના સોરઠીયા વાડી સર્કલ પાસે મેગા વાહન ચેકીંગ ડ્રાઈવ

પાંચ અધિકારીઓ અને 30 પોલીસકર્મચારીઓ જોડાયા :10 એનસી અને 512 ઈ-મેમો અપાયા : એક શખ્શ છરી સાથે ઝડપાયો

રાજકોટ : આજે સાંજે સોરઠિયાવાડી સર્કલ પાસે ભક્તિનગર પોલીસ દ્વારા મેગા વાહન ચેકીંગ ડ્રાઈવ રાખેલ હતી જેમાં પાંચ અધિકારીઓ અને 30 પોલીસ કર્મચારીઓ જોડાયા હતા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન 10 એનસી કેસ અને 512 જેટલા ઈ-મેમો આપ્યા હતા

પોલીસ કમિશનર, જોઇન્ટ કમિશનર, ડીસીપી ઝોન વન રવિ મોહન સૈનિ તથા એસીપી રાઠોડની સૂચનાથી ભક્તિનગર  પોલીસ સ્ટેશન દ્વારા  સોરઠીયાવાડી સર્કલ ખાતે મેગા વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવામાં આવેલ જેમાં પાંચ અધિકારી તથા 30 પોલીસ કર્મચારીઓએ ભાગ લીધેલ અને 10 એનસી તથા 512 ઈ-મેમો આપવામાં આવેલ છે તેમજ એક શખ્શને  છરી સાથે પકડી પાડી જી.પી.act 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે

(9:56 pm IST)