રાજકોટ
News of Tuesday, 13th November 2018

નવાગામમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં ધીરેન્દર ચોૈધરી પર હુમલો

આકાશ સહિત બે શખ્સોએ મારકુટ કરી છરી ઝીંકી દીધી

રાજકોટ તા. નવાગામમાં મામાવાડી પાસે રહેતાં મુળ બિહારના ધીરેન્દર વિકાસભાઇ ચોૈધરી (ઉ.૨૩)ને સાંજે આઠેક વાગ્યે ઘર નજીક બાલાભાઇ કરિયાણાવાળાની દૂકાન પાસે હતો ત્યારે આકાશ અને સાથેના શખ્સે ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારી છરીથી પડખામાં ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. ધીરેન્દરના કહેવા મુજબ પોતે કારખાનામાં કામ કરે છે. સાંજે તેના ઘર નજીક આકાશ સહિતના શખ્સો દારૂ પી ગાળાગાળી કરતાં હોઇ ઘરથી દૂર જવાનું કહેતાં માથાકુટ થઇ હતી. એ પછી પોતે બાલાભાઇની દૂકાન પાસે ઉભો હતો ત્યારે આકાશ સહિતે આવી ઝઘડો કરી હુમલો કર્યો હતો.

(2:54 pm IST)