રાજકોટ
News of Sunday, 13th October 2019

ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયોઃ ગોકુલનગરનો ગૌતમ મેવાડા ઝડપાયો

રાજકોટ : શહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા ડી.એસ.પી. ઝોન-૧ રવિ મોહન સૈની તથા એ.સી.પી. એસ.આર. ટંડેલની સૂચનાથી  બી-ડિવીઝન પોલીસ મથકના પીઆઇ ફર્નાન્ડીસ તથા ડી.સ્ટાફના  પોે.સ.ઇ. એમ.એમ. ઝાલા તથા હેડ કોન્સ. વિરમભાઇ ધગલ તથા મોહસીનખાન મલેક તથા મનોજભાઇ મકવાણા તથા પો.કોન્સ. મહેશભાઇ ચાવડા તથા અજયભાઇ બસીયા તથા મુકેશભાઇ ડામોરનાઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના હેડ કોન્સ. વિરમભાલ ધગલ તથા મોહનસીનખાન મલેક તથા પો.કો. મહેશભાઇ ચાવડાની બાતમીના આધારે ગૌતમભાઇ ભરતભાઇ મેવાડા જાતે રાવળદેવ( રહે.ગોકુલનગર,સંત કબીર રોડ) ને પકડી લઇ જુદી જુદી જાતોનો ઇમીટેશનનો ભંગારનો માલ તથા સિલ્વર કલરની ધાતુના તારના ફીંડલા જે કુલ ત્રણ પ્લાસ્ટિકની થેલી તથા સીએનજી રીક્ષા નં. જેજી-૦૩-એયુ-૦૮૮૪ ની કીમત રૂ.પ૦૦૦૦  સહીત કુલ મુદામાલ કીંમત રુ. ૬પ,૦૦૦ નો કબજે કરેલ છે.

(2:16 pm IST)