રાજકોટ
News of Sunday, 13th October 2019

આમ્રપાલી અને એરપોર્ટ રોડ ફાટક પર ટ્રેન આવવાના સમયે રોંગ સાઇડમાં ધસી આવતાં વાહન ચાલકો દંડાયા

આગામી દિવસોમાં પણ ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં આ કાર્યવાહી ચાલુ રહેશે

શહેરમાં રોંગ સાઇડમાં ધસી આવતાં વાહનોને કારણે અકસ્માત થતાં રહે છે અને ટ્રાફિક નિયમનમાં અડચણ ઉભી થાય છે. આમ ન થાય એ માટે વાહન ચાલકોને નિયમોનું પાલન કરાવવા આમ્રપાલી ફાટક તથા એરપોર્ટ ફાટક ખાતે ટ્રેન આવવાના સમયે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની સુચના હેઠળ તથા ટ્રાફિક બ્રાંચના એસીપી એસ. ડી. પટેલની રાહબરીમાં ટ્રાફિક બ્રાંચની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી અને રોંગ સાઇડમાં આવતાં ૨૨ વાહન ચાલકોને અટકાવી ૧૩૨૦૦નો દંડ વસુલ કર્યો હતો. તેમજ ૨૦ વાહન ચાલકોને ઓનલાઇન મેમો આપ્યો હતો. આગામી દિવસોમાં પણ ફાટક બંધ થવા સમયે આ કામગીરી થતી રહેશે.

(1:00 pm IST)