રાજકોટ
News of Saturday, 13th October 2018

ચંદ્રમાની ચાંદની અને તારાની ચમક વચ્ચે જૈન વિઝનમાં યૌવન હિલોળે ચડ્યું

તારક મહેતા ફેઈમ રોશનસિંગ સોઢીએ કરી જમાવટ : પ્રિન્સ-પ્રિન્સેસ ઉપર લાખેણા ઇનામોનો વરસાદ

   રાજકોટ : જૈન વિઝન સંસ્થા આયોજિત સોનમ નવરાત્રી મહોત્સવમા  ચંદ્રમાની ચાંદની અને તારાની ચમક વચ્ચે અવનવી વેશભૂષામાં સજ્જ થઇને આવેલા ખૈલૈયાઓ મન ભરીને રાસોત્સવ માણી રહ્યા છે. 

ગઇ કાલે   ખેલૈયાઓ સાથે રાસે રમવા માટે તારક મહેતા સિરિયલ ફેઈમ રોશનસિંગ સોઢીએ   ધમાલ મચાવી દીધી હતી.   કાલે તેની સાથે સેલ્ફી લેવા માટે પણ લોકોએ પડાપડી કરી હતી.  આ રાસોત્સવ નિહાળવા માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી સાથે કૈલાશબેન ભંડેરી, શહેર ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી સાથે બકુલભાઇ નથવાણી, તથા જૈન સમાજના અગ્રણી સોનમ કલોકના જયેશભાઇ શાહ, દીપાબેન શાહ આર્કેડિયા શેરના સુનિલભાઈ શાહ, ભારત મશીન ટૂલ્સના દર્શનભાઈ શાહ, હેતલબેન  શાહ, જીતુભાઈ દેસાઇ ( ચા વાળા ), કાનનબેન દેસાઇ, પ્રવીણભાઈ કોઠારી, દિલેશભાઈ ભાયાણી, મિતુલભાઈ વસા ( વિશામણ સેલ્સ પ્રા. લી.), અવનીબેન વસા, મુકેશભાઇ દોશી, દામિનીબેન કામદાર, જય કામદાર, જૈન અગ્રણી વિપુલભાઈ દોશી, બોબીભાઈ દેસાઇ, ગિરીશભાઈ ખારા, પ્રફુલાબેન ખારા, સુનિલભાઈ ખારા, જાગૃતિબેન ખારા, જયેશભાઇ ભાલાણી, હિમાંશુભાઈ અજમેરા, રાજેશભાઈ મહેતા,ભરતભાઈ દોશી, કલ્પનાબેન દોશી, મિતાલી દોશી, વરુણ દોશી, દિનેશભાઇ રાણપરા, દીપકભાઈ પાટડીયા, સહિતના  ઉપસ્થિત રહ્યા હતા

નોરતાના ત્રીજા દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાર્જ, વંદનાબેન ભારદ્વાર્જ, મિતુલભાઈ વસા રૂપાબેન શીલું, જૈન અગ્રણી દિલીપભાઇ શેઠ, નીરજભાઈ પાઠક, પ્રીતિબેન પાઠક, રાહુલભાઈ મહેતા, મેઘાબેન મહેતા,    દિનેશભાઇ દોશી સંપતભાઈ મારવાડી દુબઈ થી ખાસ ઉપસ્થિત વિનુભાઇ શાહ દેવર્ષીભાઈ પાઠક,રાજુભાઇ સંઘવી અશોકભાઇ મોદી, ભરતભાઇ વખારિયા મિતુલ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહયા હતા .

 જૈન વિઝન આયોજીત સોનમ નવરાત્રી મહોત્સવનું આ વખતનું નઝરાણું ઓર્કેસ્ટ્રા અને તેના સિંગરો છે. આ વખતે જે સિંગરો પરફોર્મ કરી રહ્યા છે તે ગરબા સ્પેશિયલ છે અને ખેલૈયાઓને થાકવા માટે મજબુર કરે તેવી ક્ષમતા ધરાવે છે. જૈન વિઝન આયોજિત ગરબામાં ધમાલ મચાવવા માટે ગરબા કિંગ આતા ખાન, બોલીવુડ સિંગર અશ્વિની મહેતા અને વિભૂતિ જોશી, ફોક સિંગર બસીર પાલેજા ઉપરાંત તેમની ટીમમાં મ્યુઝિક ડાયરેકટર મનીષ જોશી, રિધમ કિંગ મહેશ ધાકેશા , ગિરાર હિતેશ મહેતા, વગેરે ધૂમ મચાવી રહ્યા છે. આ બધાનું સંકલન જીલ એન્ટરટેઇન્મેન્ટના તેજસ શીશાંગીયા કરી રહ્યા છે. (૪૦.૧૨)

(3:48 pm IST)