રાજકોટ
News of Thursday, 13th September 2018

દારૂના ગુન્હામાં નાસતો ફરતો સંજય સોલંકી પકડાયો

રાજપુત શખ્સને મવડી ચોકડી પાસેથી તાલુકા પોલીસે દબોચ્યો

રાજકોટ તા.૧૩: મવડી ચોકડી પાસેથી તાલુકા પોલીસે બાતમીના આધારે દારૂના ગુન્હામાં નાસતા ફરતા રાજપુત શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર સિદ્ધાર્થ અત્રીની સુચનાથી તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.એસ. ગઢવી, હેડ કોન્સ. એચ.ડી. ચુડાસમા, એએસઆઇ ડી.વી. ખાંભલા, એ.કે. કવાડીયા, વીરેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, ગોપાલસિંહ, અરજણભાઇ, નરેન્દ્રભાઇ ગઢવી, નગીનભાઇ ડાંગર, હીરેનભાઇ સોલંકી અને રાહુલભાઇ ગોહેલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યોર હેડ કોન્સ. હર્ષદસિંહ તથા નગીનભાઇ ડાંગરનેે મળેલી બાતમીના આધારે દારૂના કેસમાં નાસતો ફરતો સંજય રાજુભાઇ સોલંકી (ઉ.વ.૨૮) (રહે. કૃષ્ણનગર રોડ ડાલીબાઇ હોસ્ટેલ પાછળ ભોલેનાથ સોસાયટી) ને મવડી ચોકડી પાસેથી પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:16 pm IST)