રાજકોટ
News of Thursday, 13th September 2018

કોઠારીયાના ગુલાબનગરમાં કાઠી વૃધ્ધા અને પુત્ર પર મકાન ખાલી કરાવવા હીચકારો હુમલો

અગાઉ પણ દૂકાનમાં તોડફોડ થઇ હતીઃ વિપુલ વાળંદ, રજની કોળી, સાગર વાળંદ, ભોલો સહિતનાએ તલવાર-ધોકાના ઘા કર્યાઃ માતા-પુત્ર સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૩: કોઠારીયા સોલવન્ટ પાસે ગુલાબનગર-૯માં રહેતાં કાઠી વૃધ્ધા મીણબાઇબેન જેઠુરભાઇ વરણીયા (ઉ.૬૦) અને તેના પુત્ર મહેશભાઇ જેઠુરભાઇ વરણીયા (ઉ.૩૨) પર રાત્રે આ વિસ્તારના જ વિપુલ પ્રવિણભાઇ વાળંદ, રજની કોળી, સાગર પ્રવિણભાઇ વાળંદ, ભોલો સહિતનાએ તલવાર-ધોકાથી હુમલો કરી ઇજા કરતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મીણબાઇબેન અને તેના પુત્ર મહેશભાઇએ જણાવ્યું હતું કે હુમલાખોર શખ્સો પોતાનું મકાન પડાવી લેવા મથે છે. અગાઉ પણ આ કારણોસર પોતાના પર હુમલો કરાયો હતો અને મહેશભાઇના મોટા ભાઇ રાજેશભાઇની દૂકાનમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ગત મે મહિનામાં આ માથાકુટ થઇ હતી. ત્યાં ગત રાતે ફરીથી ટોળકી ધસી આવી હતી અને હુમલો કર્યો હતો. આજીડેમ પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(4:13 pm IST)