રાજકોટ
News of Thursday, 13th September 2018

ડેમી-૩ ડેમમાં પાણી નર્મદાનું પાણી આપો

આ ડેમ ખાલીખમ છે, પાણી મળે તો સુકાતા મોલને જીવતદાન મળી શકેઃ દેવાયતભાઈ આહીર

રાજકોટ,તા.૧૩: પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ  શ્રી દેવાયતભાઈ આહીરે એક યાદીમાં જણાવ્યું છે કે હાલ પ્રવર્તમાન સ્થીતી જોતા આ વર્ષ વરસાદ નહીવત એટલે કે ૩ થી ૪ ઈંચ આખા ચોમાસા દરમ્યાન થયેલ છે. જેના કારણે વાવણી થયેલ છે અને હાલ જો ડેમી-૩માં પાણી છોડવામાં આવે તો સુકાતી મોલાત- કપાસ, મગફળીના પાકને જીવતદાન મળી શકે તેમ છે અને પીવા માટે પાણીની જે વિકટ સમસ્યા પણ હલ થઈ શકે તેમ છે.

વધુમાં ડેમી-૩ સિંચાઈ યોજના હેઠળ- ચાંચાપર, ખાનપર, ગજડી, કોયલી વગેરે ગામોને સિંચાઈમાં ફાયદો થઈ શકે તેમ છે અને ભૂતળમાં પાણી ઉતરી અને તળોથી પાણી સંગ્રહથી ફાયદો થઈ શકે તેમ છે. આ બાબતે સરકારશ્રી વિહીન ગતીએ આ બાબત ધ્યાને દોરે- કારણકે જો આમા મોડુ થશે તો પીંગળના કહ્યા મુજબ 'સુકાણા મોલ આ સૃષ્ટીના પછી વૃષ્ટી થયા તો શું'? જેવી સ્થિતિ સર્જાય તેમ છે.

ચાલુ વર્ષ ડેમી- ૩ ખાલીખમ પડેલ છે તે કોઈના ધ્યાને નથી આવતું. આ બાબતે સરકાર તથા અધિકારીશ્રીઓ ધ્યાન દોરે અને પ્રજાને તથા ખેડૂતોને ન્યાય આપે. વધુમાં ડેમી-૨માંથી ડેમી- ૩માં પાણી જાય છે.

ઉપરોકત તમામ બાબતે ધ્યાને લઈને વહેલામાં વહેલી તકે ડેમી-૩માં પાણી છોડવામાં આવે તેવી સિંચાઈ વિભાગ તથા સરકારશ્રીને શ્રી દેવાયતભાઈ આહીરે (મો.૯૮૭૯૨ ૫૮૫૩૫) લેખિતમાં રજુઆત કરી છે.

(4:03 pm IST)