રાજકોટ
News of Thursday, 13th September 2018

સાધુ વાસવાણી રોડ પરથી ચોરાઉ એકટીવા સાથે ચંદ્રકાંત વાડોદરા પકડાયો

રાજકોટઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એન.બી.ડોડીયા હેડ કોન્સ. હરેશભાઇ પરમાર, ઇકબાલભાઇ, રાજેશભાઇ મિયાત્રા, ધર્મરાજસિંહ, રવિરાજસિંહ જાડેજા, મહેશભાઇ ડાંગર, રાવતભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. રાવતભાઇ ડાંગર, રવિરાજસિંહ તથા ધર્મેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે રૈયા રોડ સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ ચોક પાસેથી નંબર પ્લેટ વગરનું ચોરાઉ એકટીવા સાથે ચંદ્રકાંત ઠાકરભાઇ વાડોદરા (ઉ.વ.રર) (રહે. જામનગર રોઢ, સાંઢીયા પુલ પાસે સ્લમ કવાર્ટર)ને પકડી લીધો હતો. તેણે આ એકટીવા બીગ બજાર પાછળ મારૂતી પાર્ક ખાતેથી ચોર્યાની કબુલાત આપી હતી. તે અગાઉ પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસ મથકના વહન ચોરીના ગુન્હામાં પાસામાં પણ જઇ ચુકયો છે.(૪.૧૬)

(3:44 pm IST)