રાજકોટ
News of Thursday, 13th September 2018

જામનગર જિલ્લાના સીટી સર્વે સુપ્રિ.એ લાંચ લીધાનું એફએસએલ માં પ્રમાણીત થયુ : કે.એન.ભીમાણી સામે ગુનો દાખલ : રાજકોટ એકમના મદદનીશ નિયામક એ.પી.જાડેજાના સુપરવિઝનમાં એસીબી પી.આઇ. સી.જે. સુરેજા ટીમ દ્વારા તપાસનો ભારે ધમધમાટ

રાજકોટઃ  ચાલુ મહીનાના પ્રારંભે અર્થાત તા. ૧/૧/ર૦૧૮ ના રોજ દેવજ્ઞ શ્‍યામલભાઇ ભટૃ તથા  તેના  કુટુંબના કુલ ૭ વ્‍યકિતની  સીટી સર્વે કચેરીમાં વારસાઇ નોંધ કરી આપવા માટે સીટી સર્વે સુપ્રિ.એવા આરોપી  કાંતીલાલ નરશીભાઇ ભીમાણી દ્વારા ફરીયાદીના એડવોકેટ પાસે કુલ ૧૦૦૦ ની લાંચ માગી તેમાંથી પ્રથમ ર૦૦ રૂ. લઇ બાકીના ૮૦૦ રૂ. ઓર્ડર થયા બાદ આપવાનું નકકી કરવાના ચકચારી મામલામાં આરોપી તથા ફરીયાદી વચ્‍ચેની વાતચીતનું રેર્કોડીંગ  એફએસએલ. માં મોકલાતા એફએસએલ દ્વારા રેર્કોડીંગમાં જે વાતચીત થયેલ તેમાં અવાજ ફરીયાદી અને આરોપીના હોવાનું સ્‍પકેટ્રોગ્રાફીક ટેસ્‍ટ દ્વારા પ્રમાણીત કરી  અને એફએસએલ દ્વારા તેનું પ્રમાણપત્ર આપવામાં આવતા જ જામનગર જિલ્લાના સીટી સર્વે સુપ્રિ. કચેરી નં. ૧ ના કાંતીલાલ નરશીભાઇ ભીમાણી વિરુધ્‍ધ જામનગર એસીબી પી.આઇ. એન.કે.વ્‍યાસે સરકાર તરફે ફરીયાદ આપી હતી.

વિશેષમાં જામનગર એસીબી પો.સ્‍ટેશન ગુ.ર.ન઼ં ૪/ર૦૧૮ ભ્રષ્‍ટાચાર નિવારણ અધિનિયમ સને.૧૯૮૮ (સુધારો ર૦૧૮) ની કલમ ૭ તથા ૧૩/ર મુજબ ગુનો નોંધવામા આવેલ છે. આ મામલાની  વિશેષ તપાસ રાજકોટ એકમના મદદનીશ એસીબી નિયામક એ.પી.જાડેજાના  માર્ગદર્શનમાં રાજકોટ શહેર એસીબી પોલીસ સ્‍ટેશનના પી.આઇ. સી. જે. સુરેજા  અને તેમની ટીમ દ્વારા એસીબી વડા કેશવકુમારના આદેશથી  શરૂ કરવામાં આવી છે.

(9:07 pm IST)