News of Wednesday, 12th September 2018
એસ.ટી. વર્કશોપ-દૂધની ડેરી-વીજ કચેરી અને કામદાર વિમા-દવાખાના વગેરે સરકારી બિલ્ડીંગોમાં મચ્છરો દેખાતા નોટીસો
રાજકોટ : મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે વિવિધ સરકારી કચેરીમાં મચ્છરનાં ઉપદ્રવ અંગે ચેકીંગ કરી નોટીસો આપવાની કાર્યવાહી અંતર્ગત એસ.ટી. વર્કશોપનાં મેદાનમાં પડેલા ૩૦૦૦ ટાયરોમાં તથા દૂધની ડેરીમાં એરકન્ડીશન પ્લાન્ટ, ટાંકીઓમંા અને કામદાર વિમા દવાખાનામાં પાણીનાં ટાંકા, અગાસી ઉપર તથા વીજ કચેરીનાં ભંગારમાંવગેરે સરકારી કચેરીઓમાં મચ્છરોનાં લાર્વા તથા ઉપદ્રવ જોવા મળ્યો હતો. આ બાબતે ઓફીસનાં જવાબદારોને નોટીસો અપાઇ હતી. તસ્વીરમાં આરોગ્ય અધિકારી ડો. રાઠોડ તથા બાયોલોજીસ્ટ વેૈષાલીબેન ચેકીંગ કરી રહેલા દર્શાય છે.
(4:09 pm IST)