રાજકોટ
News of Wednesday, 12th September 2018

યાજ્ઞીકરોડ પર કાલે 'રાજકોટ કા મહારાજા' નું વૈદિક મંત્રોચાર સાથે સ્થાપન : ૧૧ દિ' ઉત્સવ

રાજકોટ તા ૧૨ : ભુદેવ સેવા સમિતિ દ્વારા આ વર્ષે પણ યાજ્ઞીક કોડ ખાતે ' રાજકોટ કા મહારાજા' ગણેશોત્સવનું આયોજન કરામાં આવ્યું છે. પર્યાવરણના પ્રશ્નોને ધ્યાને લઇન ેશ્રી ગણેશજીની મૂર્તિ ૧૧ ફુટની ઇકો-ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. ' રાજકોટના મહારાજા' નું વૈદિક મંત્રોચાર દ્વારા સ્થાપન-પુજન કરવામાં આવશે. તા. ૧૩ થી ૨૩ સપ્ટેમ્બર સુધી ઉત્સવ ઉજવાશેે.

ભુદેવ સેવા સમિતિ ના પ્રમુખ તેજસભાઇ ત્રિવેદી ના જણાવ્યા અનુસાર, વિધ્નહર્તા ગણેશજીની સ્થાપનાવિધી શાસ્ત્રી શ્રી જયભાઇ ત્રિવેદી દ્વારા સંપુર્ણ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે. સ્ત્રોતો, ભજનો અને આરતિ પણ ઢોલ-નગારા સાથે ગાવા-વગાડવામાં આવશે. સંપૂર્ણ પણે સાર્વજનિક અને લોક ભાગીદારીથી આ આયોજન થાય છે. નાત જાત ના ભેદ વગર સર્વ ભકતગણ આ આયોજનમાં ઉત્સાહપુર્વક ભાગ લે છે.

સવારથી રાત સુધી અહિં આયોજીત તલવાર રાસ,દાંડિયારાસ, હસાયરા જેવા અનેકવિધ કાર્યક્રમો લોકોમાં ભકિતભાવ જગાવી રાખે છે. આ ઉપરાંત સામાજિક જવાબદારી અદા કરવા બ્લડ ડોનેશન કેમ્પ અને નિદાન કેમ્પ જેવા લોકો જાગૃતિના કાયક્રમો પણ આયોજીત કરાયા છે. ધર્મ પ્રેમી જનતાને 'રાજકોટ કા મહશારાજા' ના દર્શનાર્થે પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે.

૧૧ દિવસના ધર્મોત્સવમાં હનુમાન ચાલિસા, મહાઆરતી, ગણેશજીના પાઠ, સત્યનારાયણ ભગવાનની કથા, અન્નકોટ દર્શન જેવાં કાર્યક્રમો પણ થશે. ધર્મોત્સવને સફળ બનાવવા કન્વીનર વિશાલ આહયા, સહકન્વીનર જય પુરોહિત, દિલીપ જાની, મયુર વોરા, ચિરાગ મહેતા, નિરજ ભટ્ટ, યજ્ઞેશ ભટ્ટ, નિરવ ત્રિવેદી, અશોક મહેતા, વિશાલ ઉપાધ્યાય, ભરતભાઇ ધ્રુવ, હિમાંશુ ત્રિવેદી, અર્જુન શુકલ, ધ્રુવ કંુડલ, કૃણાલ શિલુ, અશોક ઉપાધ્યાય, ભાવિનભાઇ રાવલ, અક્ષય શિલુ, રોહિત સોની, ધર્મેશભાઇ ભટ્ટ, રાજ ત્રિવેદી, પરેશ રાવલ, હિમાંશુભાઇ લખલાણી, રૂચિક જાની, પ્રશાંત વ્યાસ, મીત ભટ્ટ, હિરેન શુકલ, મંથન આચાર્ય, પુર્વાધ વ્યાસ, નિશાંત પુરોહિત, જિજ્ઞેશ પંડયા, શુભમ જાની, મનન ત્રિવેદી, પ્રેરક રાવલ, કિશન જોષી, રાજન ત્રિવેદી, ચિંતન પંડિત, મેહુલ ભટ્ટ, પ્રદિપ બોરીસાગર, મીત જાની, બાપા સીતારામ ગ્રુપ જહેમત ઉઠાવી રહેલ છે.(૩.૧૭)

(4:08 pm IST)