રાજકોટ
News of Wednesday, 12th September 2018

ભીલવાસ કા રાજા ગણેશોત્સવમાં આદિવાસી નૃત્ય

દરરોજ મહાઆરતી સહિતના કાર્યક્રમો : ભીલવાડા યુવક મંડળનું આયોજન

રાજકોટ : અહિંના ભીલવાસ ચોકમાં ભીલવાડા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ''લાલ બાગ કા રાજા'' ફેઈમ ૧૨ ફૂટની ગણપતિ દાદાની મૂર્તિનું આવતીકાલે વાજતે-ગાજતે સ્થાપન કરવામાં આવશે. દરરોજ સાંજે ૮ વાગ્યે મહાઆરતી રાખેલ છે. નાના બાળકો દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવશે. આ સાથે દરરોજ અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. આયોજનને સફળ બનાવવા ભીલવાડા યુવક મંડળના પ્રમુખ વિરાજ રાઠોડ (૯૨૬૫૪ ૨૪૦૯૪), હરેશભાઈ, મનીષભાઈ, રાજ વાઘેલા, અશોકભાઈ વાઘેલા, જયેશ કોળી, આકાશ પરમાર, મીતભાઈ ચૌહાણ, મુન્નાભાઈ રાઠોડ, પૃથ્વી ધુણીયાતર, જીજ્ઞેશ રાઠોડ, જયેશ ઘટ્ટાર, પારસભાઈ વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:07 pm IST)