રાજકોટ
News of Wednesday, 12th September 2018

શાસ્ત્રી મેદાનમાં'રાજકોટ કા રાજા'ની ૨૧ ફુટની ઇકોફ્રેન્ડલી મુર્તિનું થશે સ્થાપન

રાજકોટ : આ વર્ષે પણ સોૈથી વિશાળ ગણપતિ મહોત્સવ ''રાજકોટ કા રાજા ''નું લીમડા ચોક, શાસ્ત્રીમેદાન ખાતે મધુવન કલબ-રાજકોટ દ્વારા આયોજન કરવામાં આવ્યંુ છે.  સાતમાં વર્ષે મંગલમય આયોજન થયું છે. આ પુણ્ય પ્રારંભ અને સ્થાપનાનો પ્રથમ લાભ રાજકોટની તમામ સંસ્થા જેવી કે દરેક વૃદ્ધાશ્રમના સભ્યો, દીકરાનુ ઘર, કાઠીયાવાડ બાલાશ્રમના બાળકો, સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ, અંધજન કલ્યાણ મંડળ, અંધ અપંગ મંદબુદ્ધિના બાળકો, હેંડિકેપ બાળકોના હસ્તે તેમજ ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુનભાઇ ભંડેરી, ભુપતભાઇ બોદર, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપભાઇ પટેલના હસ્તે ''રાજકોટ કા રાજા''નું મંત્રોચાર સાથે વિધિ વિધાન પુર્વક પુજન, અર્ચન કરી સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ આમંત્રિત મહેમાનોના જ હસ્તે પરંપરા મુજબ ભાગ્યવિધાતા મહાઆરતી પણ કરવામાં આવશેે. ત્યારબાદ ''રાજકોટ કા રાજા''નાં મુખ્ય આયોજકો એવા આશિષભાઇ વગડિયા, રાજભા ઝાલા, રાજુભાઇ કીકાણી, મહેશભાઇ જરીયા તેમજ સની જરિયા દ્વારા આમંત્રિત સંસ્થાઓ જેમ કે વૃદ્ધાશ્રમના સભ્યો, દીકરાનું ઘર, કાઠીયાવાડ બાલાશ્રમના બાળકો, સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ, અંધજન કલ્યાણ મંડળ, અંધ અપંગ મંદબુદ્ધિના બાળકો, હેંડિકેપ બાળકો વગેરેને ભોજન કરાવવામાં આવશે. કલાઘેલા બહેરા-મુંગા અપંગ બાળકોને તેમજ વડીલોને ડી.જે. ના તાલે ગરબે જુમાવવામાં આવશે. ''રાજકોટ કા રાજા''ની આ વર્ષની મુર્તિની ''લાલબાગ ચા રાજા'' સ્ટાઇલ રજવાડી ઠાઠ-માઠથી સુશોભિત કરવામાં આવેલ છે. ૨૧ ફુટ ઊંચી અને ૧૪ ફુટ પહોળી બનાવવામાં આવેલી છે વિશાળ ૮૦*૪૦ના ડોમમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવશે. દર વર્ષની માફક પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ ઇકો-ફ્રેન્ડલી જ મુર્તિ બનાવવામંા આવી છે. ૨૫૦૦૦ થી પણ વધારે ડાયમંડનો શણગારથી ''રાજકોટ કા રાજા'' ની પ્રતિમા ઝળહળી ઉઠશે. તેમજ રિદ્ધિ-સિદ્ધિ માતાજી પ્રતિમા સહિત મુષક સવારી ઉપર શ્રી ગણેશજીની ભવ્ય જાજરમાન મુર્તિનું સ્થાપન કરવામાં આવનાર છે. વિશેષમાં આ વર્ષે એન્ટ્રી ગેઇટને સ્પેશિયલ રાજસ્થાની કારીગરો દ્વારા રાજસ્થાની રજવાડી એન્ટ્રી ગેઇટનો લુક આપી તેમજ ભવ્ય ૧૦૦ ફુટ લાંબી ચોલથી ખુબ જ સુશોભિત બનાવવામાં આવેલ છે. દર્શનાર્થીઓને ભવ્ય રાજમહેલની અનુભુતિ થશે. સંપુર્ણ ગ્રાઉન્ડને બેંગોલી લાઇટીંગ થી વિશેષ કલકતા સ્ટાઇલ ભરપુર રોશનીનો શણગાર કરવામાં આવેલ છે. સાથોસાથ સિનિયર સિટીઝનો બેસી શકે તે માટે ૪૦૦૦ ખુરશીઓ તેમજ ૧૨૦૦૦ ભારતીય બેઠક દ્વારા સુંદર રોજબરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન કરાયા છે.  જેમાં શિવ તાંડવ, આદિવાસી ભીલ નૃત્ય, શ્રીનાથજી ઝાંખી, ૫૬ ભોગ દર્શન સાંસ્કૃતિક નૃત્ય સ્પર્ધા, રંગોળ સ્પર્ધા, આરતી થાળી સુશોભન,ગણપતિ સંધ્યા બાળકો તેમજ યુવાઓ માટે ડાંસ કોમ્પિટીશન, દાંડિયારાસ, ફકત બહેનો માટે, ઉપરાંત રાજકોટની જનતા માટેસ્પેશિયલ 'અમરનાથ યાત્રા દર્શન' જેમાં ૩૪૦ ફૂટ લાંબી ગુફા બનાવાશે. ભસ્મેશ્વર ૩૪૦ ફૂટ લાંબી ગુફા, ભૂત જંગલનો માહોલ આકર્ષણ જમાવશે આયોજનને સફળ બનાવવા અલગ અલગ કમિટીની રચના કરાઇ છે. જેમાં મંડપ સમિતી રાજભા ઝાલા, પ્રચાર સમિતિ રાજુભાઇ કીકાણી, સ્ટેજ સમિતિ વિવેક વાગડિયા, દર્શન સમિતિ અવિભાઇ મકવાણા, ભોજન સમિતિ નિલેષ વાગડિયા, સિકયુરિટી સમિતિ મહેશભાઇ જરિયા, પ્રેસ સમિતિ રાજુભાઇ કીકાણી પ્રસાદ સમિતિ સાનિભાઇ જરિયા-વિમલભાઇ દવે, પાણી સમિતિ નિતીન વાઘેલા, પાર્કિગ સમિતિ બલિભાઇ ભરવાડ સેવા આપશે સયુંકત સમિતિ વેદાંત પેગ્યાતર, પુનિત વાગડિયા, દર્શન મુલીયાના, નીરવ બુધ્ધદેવ, રવિમેર, ગોૈરાંગ મેર, લાલજીભાઇ ગાબુ, કુલદીપભાઇ સોલંકી, જીજ્ઞેશ શાહ, વિગેરે સમિતિ જહેમત ઉઠાવી રહ્યા છે.  મધુવન કલબ દ્વારા આયોજીત ગણપતિ મહોત્સવ 'રાજકોટ કા રાજા' સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ હોય જેનો અનેરો લહાવો લેવા ગુજરાતના તમામ ભાવિકોને મહોત્સવના આયોજકો પ્રમુખશ્રી આશિષભાઇ વાગડિયા, રાજભા ઝાલા, રાજુભાઇ કીકાણી, મહેભાઇ જરીયા, તેમજ સની જરિયા તેમવ સર્વે કમિટી મેમ્બરો ભાવ ભર્યુ આમંત્રણ આપે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૧.૧૯)

(4:06 pm IST)