રાજકોટ
News of Wednesday, 12th September 2018

મધ્યાહન ભોજન યોજનાના રસોયા અને મદદનીશ ૨૧ મીથી બે મુદતી હડતાલ પર

રાજકોટ તા ૧૨ : ઓલ ગુજરાત મધ્યાન ભોજનના કર્મચારી મંડળના પ્રમુખ કિશોરચંદ્ર જોષીની યાદી જણાવે છે કે મધ્યાન ભોજન યોજનામાં કામ કરતા અમારા કર્મચારીઓની પડતર માંગણીઓ જેવી કે (૧) નવું મેનુમા નાસ્તાની જોગવાઇ છે, નાસ્તા માટે અલગથી જથ્થો તેમજ પેસગી આપવી. (ર)  નવુ મેનું આવવાથી કામના કલાક વધી જવાથી પુરક રોજગારી આપવાના બદલે પૂર્ણ રોજગારી આપી લઘુતમ વેતન મુજબ વેતનમાં વધારો આપવો.(૩) નવા મેનુને અનુરૂપ જરૂરી સાધન સામગ્રી આપવી. (૪) છેલ્લા ૬ થી ૭ વર્ષ પહેલા આ યોજનાનું સંચાલન ખાનગી સંસ્થાને આપી ખાનગી કરણ કરેલ છે તે બંધ કરી અમારા કર્મચારી મારફત ફરીથી આ યોજનાનું સંચાલન કરતા એનજીઓ પ્રથા રદ કરવા (૫) પગાર અને પેશગી સમયસર અને પુરતો આપવો. (૬ન્ સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર દર વર્ષે ૭.૫% નો વધારો આપવાનું સુચન આપેલ હોય છેલ્લા બે વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ ભારત સરકાર તરફથી કુકીંગ કોસ્ટમાં વધારો કરેેલ ન હોય તાત્કાલીક વધારો કરવા અમારી માંગણી છે.

આ યોજનામાં કામ કરતા રસોયા તેમજ મદદનીશ આટલા નજીવા વેતનથી કામ કરવા રાજી નથી રસોયા તેમજ મદદનીશ તા. ૨૧ ના રોજથી અચોક્કસ મુદત માટે પોતાની ફરજથી વંચીત રહેશે અને આ યોજનામાં કામ કરતા સંચાલક તારીખ ૨૧ થી રસોયા તેમજ મદદનીશ ને સાથ અને સહકાર આપીને કેન્દ્રો ઉપર હાજર કાળી પટી બાંધીને વિરદધ પ્રદર્શન કરશે.(૩.૭)

(4:01 pm IST)