રાજકોટ
News of Wednesday, 12th September 2018

અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા ભગવાન મહાવીર જન્મોત્સવ પ્રસંગે મીઠાઇ વિતરણ

રાજકોટ : રાષ્ટ્રસંત પૂ.ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ પ્રસંગે ૩૦૦૦ થી વધુ ભાવિકોને પોતાના ઘરેથી મીઠાઇ-પ્રસાદ બનાવીને અર્હમના યુવાનોને અર્પણ કરી હતી અને તે પ્રસાદ રાજકોટના જરૂરીયાતમંદ સામાન્ય લોકો સુધી પહોંચાડી ભગવાન મહાવીરના જન્મોત્સવ પ્રસંગની વધામણી રૂપે લોકોના ઘરે ઘરેજઇને મીઠા મોઢા કરાવેલ. રાજકોટ શહેરની આસપાસના ઝુંપડપટ્ટી  વિસ્તારો ,રૈયાધાર, માધાપર ચોકડી, મોરબી રોડ, સાત હનુમાન મંદિર પાસે, મહાજન પાંજરાપોળ, લાલપરી તળાવ, અને ગોંડલ રોડ ચોકડીની આસપાસના ઝુંપડપટ્ટી વિસ્તારમાં લગભગ ૨૫૦૦ થી વધુ લોકોના ઘર સુધી આ પ્રસાદ પહોંચાડેલ. આ રીતેઆર્થિક રીતે પછાત એવા છેવાડાના આબાલ વૃધ્ધોના ચહેરા ઉપર સ્મિત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. અર્હમ યુવા સેવા ગૃપના યુવાનો આ સેવાના માધ્યમ દ્વારા ઘણા લોકોને ભગવાન મહાવીરના જન્મોત્સવ અવસરે પ્રસાદપહોંચાડી શકયા અને બાળકોના ચહેરા ઉપર ખુશી લાવવાનો પ્રયાસ કર્યો હતો.

(3:58 pm IST)