રાજકોટ
News of Wednesday, 12th September 2018

એકબીજાને કહેતા નહિ, એકબીજાને સહેતા શીખોઃક્રાંતિકારી સંત પૂ. પારસમુનિ મ.સા

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે મહાન છે કે સ્વર્યની ભૂલ થવા પર ક્ષમા માંગી લેવી અને બીજાની ભૂલોને માફ ક દેવી તે દુનિયાનો સૌથી મોટો ધર્મ છે. પયુર્ષણ પર્વની મૂળભૂત પ્રેરણા એ છે. કે સંવત્સરી પર્વના દિવસ સુધીમાં પરસ્પર ક્ષમાપના કરી અને વર્ષ દરમ્યાન થયેલ વેર-વિરોધની ગાંઠ ખોલી દેવી, જો મનમાં ગાંઠ રહી ગઇ તો આરાધના વ્યર્થ જશે. જેણે મન ની ગાંઠો ને ખોલી દીધી તેની આરાધના સાર્થક છે. સંવત્સરી પર્વ બહાર રોશની સજાવવા માટે નહી. અંતરમનને રોશન કરવા માટે છે.

*સપ્તમ દિવસે શું કામ કરી મારી સાથે જ? વિષય પર પ્રવચન ફરમાવતા ક્રાંતિકારી સંત શ્રી પારસમુનિ મ.સાહેબ જણાવેલ કે માણસે પોતાના કદાગ્રહો-આગ્રહો છોડીને તેનાથી મુકત થઇને, વિરાટ ર્દષ્ટિકોણ અપનાવી એકબીજાને ભેટી લેવાનો અવસર આ પયુર્ષણમાં છે.

*દુઃખ ઘણું છે એમ ન  કહો, સહનશિકત ઓછી છે એમ કહો. સહેતા આવડી જાય તો રહેતા આવડી જાય

*સમાજમાં બદલાવ કેમ નથી આવતો? કારણકે ગરીબમાં હિમ્મત નથી, મધ્યમ વર્ગને ફુરસત નથી. અને અમીરને જરૂરત નથી

* રંગોળીમાં ખુબસૂરતી એમ જ નથી આવતી, અલગ અલગ રંગો એ એક થવું પડે છે.

* ધર્મ ત્રણ વસ્તુ શિખવાડે છેે, ભૂતકાળમાં પાપ કર્યા છે. તેને સુધારો, વર્તમાનમાં પાપ બંધાય છે તેને અટકાવો, ભવિષ્યમાં પાપ ભોગવવા જ ન પડે તેવું કાર્ય કરી લ્યો, ધર્મનું આજ કામ છે.

*જૈન ધર્મ કોઇ વોશીંગ પાવડર નથી કે પહેલા વાપરો પછી વિશ્વાસ કરો, જૈન ધર્મ તો જીવનવીમો છે. જિંદગીની સાથે પણ અને જીંદગી પછી પણ

*સંગઠન ઘડિયાળના કાંટા જેવું હોવું જાઇએ, ભલે એક ફાસ્ટ અને એક સ્લો ચાલે. ભલે એક મોટો અને એક નાનો હોય, પરંતુ કોઇના બાર વગાડવા હોય તો બધા એક સાથે હોય.

*વિચારો એવું કે બોલી શકો, બોલો તે જ જે લખી શકો, લખો તે કે જેની નીચે હસ્તાક્ષર કરી શકો. સારૂ વિચારો સારૂ બોલો, સારૂ કરો આચરણ.

*સ્વયંની ભૂલ સ્વીકારવામાં કયારેય સંકોચન કરો, સારો વિચાર, સારી ભાવના મનને હળવું કરે છે.

*ગાંધીજીએ સ્વર્ગમાં પોતાના ત્રણ વાંદરાના હાલચાલ પૂછયા તો ભગવાનને કીધુ કે ત્રણેય વાંદરા મજામાં છે. જે અંધાળો હતો તે કાયદો બની ગયો, જે બહેરો હતો તે સરકાર બની ગયો, જે ગુંગો હતો તે પ્રજા બની ગયો, બધા પોતાપોતાની રીતે લહેર કર.ે છે.

*મા-બાપ તમારા માટે એ.ટી.એમ. કાર્ડ બની શકે છે, તો તમે એમના માટે આધાર કાર્ડ કેમ નથી બની શકતા.

*રૂમાલ આંખના આ ંસુલું છે છે, ક્ષમા આંસુનું કારણ પૂછે છે.

*રસોડામાં જો પ્રેમ હશે તો જ રસોઇમાં મીઠો સ્વાદ આવશે.

*જો સંબોધન સારૂ હશે, તો સંબંધો પણ સારા રહેશે.

*પરમાત્માને જે દિલથી આપે છે. એને પરમાત્મા પણ દિલ દઇને આપે છે.

*ન ભાવતાને નભાવતા આવડે તો જીવન નંદનવન બની જાય.

*જગતનો મિત્ર, જાતનો પવિત્ર, ઉંચા જેના ચરિત્ર એનું નામ ભકત.(૨૨.૧૧)

(3:58 pm IST)