રાજકોટ
News of Wednesday, 12th September 2018

સિદ્ધિ વિનાયક યુવા ગ્રુપ દ્વારા સાધુ વાસવાણી રોડ ઉપર ગણેશ મહોત્સવ

લાલ બાગ કા રાજા ફેઈમ આબેહુબ ગણપતિ દાદાની મૂર્તિ બિરાજશે : ભવ્ય આયોજન

રાજકોટ, તા. ૧૨ : ગણેશ ઉત્સવને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અહિંના સાધુ વાસવાણી મેઈન રોડ ઉપર યુવાનો દ્વારા એક અનોખું આગવું આયોજન કરાયુ છે. દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. નાના બાળકોથી માંડી ભાઈ - બહેનો દર વર્ષની જેમ આ વર્ષે પણ અહિંના ઉત્સવમાં ભાગ લેશે.

શ્રી સિદ્ધિ વિનાયક યુવા ગ્રુપ દ્વારા તા.૧૩ના ગુરૂવારથી તા.૨૩ સુધી શ્રી ગણેશ ઉત્સવનું આયોજન થયુ છે. દરરોજ સવારે ૮ વાગ્યે અને સાંજે ૭:૩૦ વાગ્યે મહાઆરતી થશે. ઉત્સવ દરમિયાન દરરોજ પાણીપુરી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વેલડ્રેસ સ્પર્ધા, દાંડીયા રાસ સ્પર્ધા, આરતી સ્પર્ધા વિ. યોજાશે.

સાધુ વાસવાણી મેઈન રોડ, ડેકોરા સ્કવેર ફીટ, ચંદન સુપર માર્કેટની સામે રાજકોટ ખાતે ૧૩મીના ગુરૂવારે લાલબાગ કા રાજા જેવી આબેહૂબ મૂર્તિ બિરાજશે. આ વર્ષે ૧૧ાા ફૂટની ગણપતિ દાદાની મૂર્તિ બનાવવામાં આવી છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી સિદ્ધિ વિનાયક યુવા ગ્રુપના યુવા આગેવાનો સર્વેશ્રી ભાર્ગવ સતાણી (મો.૭૬૨૨૦ ૫૦૭૦૧), તેજસ જાદવ (મો.૯૫૫૮૬ ૯૩૬૯૯), આશિષ ઝીંઝુવાડીયા (મો.૯૭૨૪૦ ૦૬૦૩૭), અર્જુન ઝીંઝુવાડીયા (મો.૭૩૫૯૪ ૧૦૨૪૮), નીલ ઝીંઝુવાડીયા, ભાવિન સતાણી, સુમિત બ્રહ્માણી, મિત ગોહેલ, જસ્મીન બારોટ અને ભૂષણ પઢીયાર વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:52 pm IST)