રાજકોટ
News of Wednesday, 12th September 2018

વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્ક દ્વારા પરિવારનાં સંતાનોને પુરસ્કૃત કરાયા

રાજકોટ : શહેરની અર્બન કો-ઓપરેટીવ બેન્કોમાં અગ્રગણ્ય તથા મહત્વનું સ્થાન ધરાવતી વિજય કોમર્હિયલ કો-ઓપરેટીવ બેન્ક લી. રાજકોટનો ૪૩ મો સ્થાપના દિન ઉલ્લાસ સાથે ઉજવાઇ ગયો. બેન્કના વાઇી ચેરમેન ગોપાલભાઇ માકડીયા તથા ડીરેકટર ભાઇચંદભાઇ ગઢીયા, નિકુંજભાઇ ધોળકીયા, હિતેષભાઇ દવે, દિપકભાઇ પટેલ, શ્રીમતી કાંતાબેન કથીરીયા વિગેરે પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. બેન્કનાં મેનેજીંગ ડીરેકટર રમેશભાઇ ઘેટીયા અને બેન્કનો તમામ સ્ટાફ પરિવાર સહિત ઉપસ્થિત રહેલ. બેન્કાા વાઇસ ચેરમેન ગોપાલભાઇ માકડીયાએબેન્ક સ્થાપનાદિન ઉજવણી નિમીતે શરૂ કરેલ ગ્રાહકલક્ષી યોજનામાં કર્મચારીઓએ કરેલ કામગીરીને બીરદાવી બેન્કના હિત માટે પરિવારની ભાવના સાથે વધુ સફળતા મેળવવા માટે કર્મચારીઓને અપીલ કરી હતી. બેન્કના મેનેજીંગ ડીરેકટર રમેશભાઇ ઘેટીયાએ સ્ટાફની બેન્ક પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી. આ પ્રસંગે બેન્કના કર્મચારીઓ નવા ખાતા ખોલવાની કરેલ કામગીરી સબબ, બેન્કના કર્મચારીઓએ રકતદાન કેમ્પમાં આપેલ યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું તેમજ બેન્કના કર્મચારીઓના સંતાનોની શૈક્ષણિક સિધધીઓનું સન્માન કરી તેઓનેરોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા. (૩.૧૮)

(3:34 pm IST)