રાજકોટ
News of Wednesday, 12th September 2018

ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્‍સવ : એક દાયકો પૂર્ણ

રાજકોટ : સામાકાંઠે ચંપકનગરમાં સાર્વજનીક ગણેશ ઉત્‍સવનું આયોજન થયું છે. કાલે ગુરૂવારે કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા હસ્‍તે સ્‍થાપના થશે. તા. ૧૪ શુક્રવારે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પધારશે. મુંબઇના કારીગરો દ્વારા મુર્તિ તૈયાર કરવામાં આવી રહી છે. લાઇટીંગ ડોકોરેશન ભવ્‍ય સેટ તૈયાર કરવામાં આવેલ છે. ૧૦ દિવસ ચાલનારા ગણેશઉત્‍સવમાં રોજ અલગ-અલગ ફલેવરના પ૦૦ થી ૬૦૦ કિલો લાડુનો પ્રસાદ ધરવામાં આવશે. વોટર પ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્‍યો છે. ૧૬ રવિવારે રકતદાન કેમ્‍પ આયોજન તેમજ તા. ર૦ ગુરૂવારે સાંજે સત્‍ય નારાયણની કથા તા. ર૩ના રવિવાર વિસર્જન યાત્રા સાથે ગણેશ ઉત્‍સવનું સમાપન થશે. ૧રપ સત્‍યંસેવકોની ટીમ ખડેપગે રહેશે. સમગ્ર ઉત્‍સવનો સફળ બનાવવા ચંપકનગર સર્વાજનિક ગણેશ ઉત્‍સવ આયોજક સમિતિના મુકેશ રાદડીયા (પ્રમુખ) કોર્પોરેટર વોર્ડ નં. ૬ જીતેન્‍દ્રસિંહ જાડેજા (ઉપપ્રમુખ) તાનાજીરાવ સવાંત, મગનભાઇ પીપળીયા, ગજાનન સીંદે, સંદિપ બાગણે, ચંદ્રકાંત પડળકર, અજય ચવ્‍હાણ, જયેશ ઢોલરીયા, રાયમલ રાઠોડ, ભરતભાઇ ગોંડલીયા, કમલેશ દોમડીયા, રાજેશ રંગાણી, જીતુ ડોબરીયા, રાજેશ સાંગાણી, હીતેષભાઇ બોરીચા, હેમંતભાઇ કાપડીયા, દિપેશ વૈષ્‍ણવ, ભાવેશ રૈયાણી, ધર્મેશ ઠુંમર, શૈલેષભાઇ રાઠોડ, કિશોર સોલંકી, દેવાંગ જોષી, પ્રતિક ગઢીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા) 

(12:08 pm IST)