રાજકોટ
News of Saturday, 13th August 2022

અકસ્‍માત વળતરના અને ચેક રિટર્નના કેસોનો સમાધાનથી નિકાલ થાય તેવી આશાઃ જજ એન.એચ.નંદાણીયા

લોક અદાલતમાં ૨૫ હજાર કેસો લેવાયા, ૬૦ ટકાથી વધુ સમાધાનના કેસોનો નિકાલ થવાની શકયતા

 રાજકોટઃ રાષ્‍ટ્રીય મેગા લોક અદાલતનું  આયોજન નામદાર રાષ્‍ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્‍યુ દિલ્‍હીના આદેશ મુજબ સમગ્ર રાષ્‍ટ્ર લેવલે કરવામાં આવેલ, તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનૂની સેવા  સત્તામંડળ, અમદાવાદના ઉપક્રમે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્‍યાયાલય રાજકોટ દ્વારા પણ ઉત્‍કર્ષ  ઠાકોરભાઇ દેસાઇ ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના માર્ગદર્શન તથા સબળ નેતૃત્‍વ હેઠળ રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં  મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ.

આ લોક અદાલતનું ઉદઘાટન રાજકોટના જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના કર્મચારીઓ દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ. ઉદઘાટન પ્રસંગે રાજકોટ હેડ કવાર્ટરના તમામ ન્‍યાયાધીશ, બાર એસોસીએશનના પ્રમુખ, તમામ હોદ્‌ેદારો, જુદી જુદી વીમા કંપનીના ઓફીસરો, વિદ્વાન એડવોકેટશ્રીઓ,  પી.જી.વી.સી.એલ. તેમજ વિવિધ બેંકના અધીકારીશ્રીઓ તેમજ પક્ષકારો ઉપસ્‍થિત રહેલ હતા.

આ પ્રસંગે નામદાર શ્રી એન.એચ. નંદાણીયા, ફુલ-ટાઇમ સેક્રેટરીશ્રીએ લોક અદાલતમાં થતા લાભ તથા કોર્ટનુ ભારણ ઘટાડવામાં લોક અદાલત કઇ રીતે મદદરૂપ થાય છે તે અંગે તથા લોક અદાલતમાં કયા કયા પ્રકારના કેટલા કેસો મુકવામાં આવેલ છે. અને અંદાજે કેટલા કેસોમાં સફળ સમાધાન શકય બનશે તે અંગે માહીતી આપેલ. વધુમાં નામદાર નામદારશ્રી એન.એચ.નંદાણીયા, ફુલ-ટાઇમ સેક્રેટરીએ અકસ્‍માત વળતરના કેસો  વધારેમાં વધારે કેસોનો નીકાલ થાય તથા ચેક રીર્ટનના કેસો વધારેમાં વધારે સફળતા પુર્વક સમાધાનથી નીકાલ થાય તે માટે શુભેચ્‍છા પાઠવેલી અને જણાવેલ કે સમાધાનથી ફેસલ થાય તો પક્ષકારો વચ્‍ચે સુમેળભર્યા સબંધો જળવાય રહે છે તેને ધ્‍યાનમાં રાખીને વધુમાં વધુ કેસો સમાધાનથી ફેંસલા થાય તેવી અપેક્ષા રાખી હતી.

લોક અદાલત અગાઉ લગભગ છેલ્લા ત્રણેક મહીનાથી જુદી જુદી વીમા કંપની, ફાયનાન્‍સ કંપની, પોલીસ અધીકારીશ્રી  વિગેરે સાથે મીટીંગો યોજી લોક અદાલત પહેલા પ્રિ-સીટીંગનું આયોજન કરી વધુ  કેસો સમાધાન રાહે નીકાલ થાય તેવા પ્રયત્‍નો હાથ ધરવામાં આવેલ છે. આજના દિવસે જુદી જુદી કેટેગરીના ૨૫૦૦૦ પેન્‍ડીંગ કેસોનો નીકાલ થાય તેવી આશા છે. તેમ અંતમાં જણાવાયુ છે.

(4:16 pm IST)