રાજકોટ મશીનરી ડીલર્સ એસો.ની નવી કારોબારી જાહેર
પ્રમુખ પદે જયંતિભાઇ ટીલવાઃ ઉપપ્રમુખપદે મુકેશભાઇ વડગામાની વરણી
રાજકોટ,તા. ૧૩: તાજેતરમાં રાજકોટ મશીનરી ડીલર્સ એસો.ની એન્યુઅલ જનરલ મીટીંગ મળી હતી. કાર્યક્રમના પ્રથમ ચરણમાં નવી કારોબારી જાહેર કરાઇ હતી.
સર્વસંમતિથી નવી કારોબાી કમિટીમાં પ્રમુખ તરીકે વર્ષોના અનુભવી અને સીનીયર પ્રમુખ તરીકે જયંતિભાઇ ટીલવા (યોગેશ મશીનરી સ્ટોર્સ)ના નામની દરખાસ્ત અશ્વિનભાઇ પટેલએ રજુ કરેલ અને જયંતિભાઇ ટીલવાએ ઉપપ્રમુખ તરીકે મુકેશભાઇ વડગામા (હરેશ એન્જી કાું.) અને સીનીયર કારોબારી મેમ્બર અશ્વિનભાઇ પટેલ (ગીતા એન્જી. કોર્પો.) માનદ મંત્ર તરીકે અને જીતેન્દ્રભાઇ મહેતા (મહેતા એન્જી. કાું.) સહમંત્રી અને ટ્રેઝરર તરીકે પ્રકાશભાઇ કોરડીયા (વેસ્ટર્ન લુબ્રીકેટર્સ)ની જાહેરાત કરતા ઉપસ્થિત તમામ કારોબારી સભ્યોએ એકી અવાજે સહમતી દર્શાવીને સર્વાનુમતે તમામ હોદેદારોની વરણીને બહાલી આપેલ. કારોબારી સભ્ય તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. જેમાં મનુભાઇ આર.ટીલવા (ગંગા એન્ટરપ્રાઇઝ), પિયુષભાઇ એમ.પટેલ (કુશલ કોર્પોરેશન) , પ્રકાશભાઇ સી.અંબાણી (જયખોડિયાર એન્જી. કોર્પો.), વિપુલભાઇ વી.કણસાગરા (સાગર ટ્રેડર્સ), રાકેશભાઇ બી. રૂપારેલ (રોયલ સ્ટીલ), શરદભાઇ આર. સેજપાલ (સેજપાલ બ્રધર્સ), કો-ઓપ્સ સભ્ય તરીકે પંકજભાઇ સી.ઘેલાણી (પીસીજી બેરીંગ એન્ડ મીલજીન સ્ટોર્સ), સમીરભાઇ વી.વોરા (નવકાર ટુલ્સ સેન્ટર), જીનેશભાઇ આર.પરસાણીયા (માધવ ટ્રેડીંગ કાું.) સર્વાનુમતે વરણી કરવામા આવેલ. સને ૨૦૨૨માં નવા થયેલા ૧૨ સભ્યમિત્રોને આવકારી છેલ્લા ત્રણ વર્ષમાં દિવંગત થયેલ સભ્ય પરિવારના આત્માની શાંતિ ભાટે બે મીનીટ મૌન પાળવામાં આવેલ.
કાર્યક્રમનાં દ્વિતીય ચરણમાં નવા હોદેદારોને સર્વસંમતિથી આવકારતા કારોબારીએ પ્રોત્સાહીત સન્માનમાં પ્રમુખશ્રી જયંતિભાઇ ટીલવાનું ફુલહાર અને શાલથી વિપુલભાઇ કણસાગરા તથા પિયુષભાઇ પટેલે કરેલ. ઉપપ્રમુખ મુકેશભાઇ વડગામાનું રાકેશભાઇ રૂપારેલ, માનદ મંત્રી અશ્વિનભાઇ પટેલનું મનુભાઇ ટીલવા ત્થા પંકજભાઇ ઘેલાણીએ કરેલ. સહમંત્રી જીતુભાઇ મહેતાનું જીજ્ઞેશભાઇ પરસાણીયા તથા સમીરભાઇ વોરાએ કરેલ. ટ્રેઝરર પ્રકાશભાઇ કોરડીયાનું પૂર્વ ટ્રેઝરર નવનીતભાઇ કલ્યાણી ત્થા પ્રકાશભાઇ અંબાણીએ કરેલ. સર્વે હોદેદારોનું શાલ અને ફુલહારથી સન્માન કરવામાં આવેલ. સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચીને એસોસીએશનના સંગઠનની ભાવના દાખવી એવા પૂર્વ કારોબારી મેમ્બર, પૂર્વ પ્રમુખ મનસુખભાઇ પટેલ, પૂર્વ ઉપપ્રમુખ નટુભાઇ ટીંબડીયા, પૂર્વ ટ્રેઝરર નવનીતભાઇ કલ્યાણી, કારોબારી મેમ્બર રાજુભાઇ ભાડલીયા, પ્રદિપભાઇ ટાંક, અરવિંદભાઇ સેજપાલનું એસોસીએશન લેવલે ફુલહાર તથા શાલ ઓઢાડીને પૂર્વ સેવા બદલ અભિવાદન કેલ. કાર્યક્રમ સફળ બનાવવામાં જયંતિભાઇ ટીલવા, મુકેશભાઇ વડગામા, અશ્વિનભાઇ પટેલ, જીતુભાઇ મહેતા, પ્રકાશભાઇ કોરડીયા, મનુભાઇ ટીલવા, પિયુષભાઇ પટેલ, વિપુલભાઇ કણસાગરા, શ્રી રાકેશભાઇ રૂપારેલ, પ્રકાશભાઇ અંબાણી, પંકજભાઇ ઘેલાણી, સમીરભાઇ વોરા, જીજ્ઞેશભાઇ પરસાણીયાએ સેવા આપેલ. મીટીંગનું સંચાલન અશ્વિનભાઇ પટેલે સંભાળેલ, આભારવિધી જીતુભાઇ મહેતાએ કરેલ તેમ માનદ મંત્રી અશ્વિનભાઇ પટેલ મો. ૯૮રપ૧ ૯પ૯પપ ની યાદીમાં જણાવાયું છે.