રાજકોટ
News of Tuesday, 13th August 2019

એવીપીટી એલ્યુમની એસોસીએશન દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત કાલે મહારકતદાન કેમ્પ

નિવૃત્ત ફોજી જવાનોનું સ્નેહ મિલન : ૩૭૦ મી કલમ દુર કરાતા રકતથી પત્ર લખી વડાપ્રધાનને અભિનંદન પાઠવાશે : શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ અને જૈન સોશ્યલ ગ્રુપ એલીટ પણ સહયોગમાં : તમામ રકતદાતાઓને ૧ લાખનું વીમા કવચ

રાજકોટ તા. ૧૩ : એ.વી.પી.ટી.આઇ. એલ્યુમની એસો. દ્વારા ૭૩ માં સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિવસે એટલે કે કાલે તા. ૧૪ ના બુધવારે સવારે ૯ થી ર કોલેજ કેમ્પસ ખાતે મહારકતદાન કેમ્પ સહીતના કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા એલ્યુમની એસો.ના આગેવાનોએ જણાવેલ એ.વી.પી.ટી.આઇ. કોલેજના પ્રિન્સીપાલના પ્રમુખ સ્થાને બેઠક મળી હતી. જેમાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવાના હેતુથી કાલે રકતદાન કેમ્પ, નિવૃત્ત ફોજી જવાનોનું સ્નેહમિલન યોજવામાં આવેલ છે.

દરમિયાન ૩૭૦ મી કલમ દુર કરાયની ખુશીમાં રકતથી પત્ર લખી વડાપ્રધાનને અભિનંદન પાઠવવામાં આવશે. અહીં તૈયાર કરાયેલ પત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવાશહેર ભાજપના મોભી  અને પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઇ ભારદ્વાજની ઉપસ્થિતીમાં કલેકટરને સુપ્રત કરાશે.

આ કાર્યક્રમ દરમિયાન અખંડ ભારત માતાનું પૂજન કરાશે.

ફોજી જવાનોની હોશીયારી ખુમારીને સૌકોઇ જાણે તેવા હેતુથી લશ્કરના નિવૃત્ત જવાનોનું સ્નેહ મિલન રાખેલ છે.

સાથો સાથ સ્વ. રવિ વિનુભાઇ નાયકપરા તથા યુવા વૈજ્ઞાનિક સ્વ. ધવલ નંદલાલ જોષીને શ્રધ્ધાંજલી અર્પણ કરાશે.

સમગ્ર કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમી નાગરીકોએ જોડાવા જાહેર અનુરોધ કરાયો છે.

કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી એ.વી.પી.ટી.આઇ. ડો. એ. એસ. પંડયા,  કોટક સાયન્સ કોલજના પ્રિન્સીપાલ ડો. આર. પી. ભટ્ટ, એ. એમ. પી. ગવર્નમેન્ટ લો કોલેજના પ્રિન્સીપાલ ડો. મીનલ એ. રાવલ, ડી. એચ. કોલેજના પ્રિન્સીપાલ ડો. એ. એસ. રાઠોડ, ડી. એચ. કોલેજના સિનિયર પ્રાધ્યાપક એ. આર. પુંજાણી, સ્વ. ડો. ધવલ નંદલાલ જોષી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, વિનુભાઇ નાયકપરા (પટેલ), પી. એન. જોષી, ડો. હેમેન્દ્ર ભટ્ટ, વિપુલ કણસાગરા, જે. બી. વાળા તેમજ કોલેજના પ્રોફેસરો, સામાજીક આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ અને જૈન સોશ્યલ ગ્રુપ એલીટનો પણ સંપૂર્ણ સહયોગ આ કાર્યક્રમ માટે મળી રહ્યો છે. તમામ રકતદાતાઓને જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા રૂ. એક લાખના એકસીડેન્ટ વીમો વિનામુલ્યે ઉતરાવી અપાશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ડો. એ. એસ. પંડયા, વિનયભાઇ જસાણી, ચેતનભાઇ પંચમીયા, ધવલભાઇ શાહ, નિરવભાઇ મહેતા, જે. બી. વાળા,  એચ. જે. પટેલ, કિશનભાઇ દવે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:48 pm IST)