રાજકોટ
News of Tuesday, 13th August 2019

વ્યાજખોરીમાં ફસાતા મોરબી રોડ શ્રીજી પાર્કના હિતેષભાઇએ ફિનાઇલ પી લીધું

બે વર્ષ પહેલા રેસ્ટોરન્ટ ચાલુ કર્યુ ત્યારે નવેક શખ્સો પાસેથી વ્યાજે નાણા લીધા હતાં

રાજકોટ તા. ૧૩: મોરબી રોડ પર શ્રીજી પાર્કમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હિતેષભાઇ ચંદ્રકાંતભાઇ ખત્રી (ઉ.૪૬) નામના આધેડએ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે બી-ડિવીઝન પોલીસમાં જાણ કરી હતી. હિતેષભાઇને રાત્રે જ તબિયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.

તેમના પત્નિ જ્યોત્સનાબેનના કહેવા મુજબ હિતેષભાઇએ બે વર્ષ પહેલા મોરબી રોડ જકાતનાકા પાસે એન્જોય રેસ્ટોરન્ટ નામે ધંધો ચાલુ કર્યો હતો. તે વખતે નવ જેટલા શખ્સો પાસેથી અમુક હજાર અને અમુક લાખની રકમો વ્યાજે લીધી હતી. આ બધાને વ્યાજ ચુકવવા છતાં વધુને વધુ વ્યાજ માંગતા હોઇ અને હાલમાં પોતાને ધંધો પણ બરાબર ચાલતો ન હોઇ વ્યાજ ચુકવી ન શકતાં કંટાળીને આ પગલુ ભર્યુ હતું.

પોલીસ વિશેષ નિવેદન નોંધી આગળ કાર્યવાહી કરશે.

(3:45 pm IST)