રાજકોટ
News of Tuesday, 13th August 2019

રેલનગરના કપડાના વેપારી કમલેશભાઇ રત્નાણીએ રેલ્વે સ્ટેશનમાં ઝેર પીધું: ભાગીદારી મામલે મનદુઃખ?

રાજકોટ તા. ૧૩: રેલનગર આસ્થા ચોકમાં રહેતાં અને જંકશન પ્લોટમાં લેડિઝ ડ્રેસીસની દૂકાન રાખી વેપાર કરતાં સિંધી વેપારીએ જંકશન રેલ્વે સ્ટેશનમાં ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે રેલ્વે પોલીસને જાણ કરતાં એએસઆઇ નંદલાલભાઇ સહિતે હોસ્પિટલે પહોંચી કમલેશભાઇનું ડી.ડી. લેવડાવ્યું હતું. કમલેશભાઇને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. પુત્રી સાસરે છે. તેઓ જંકશનમાં રાધિકા ડ્રેસીસ નામે વેપાર કરે છે. ભાગીદારી બાબતે મનદુઃખ ચાલતું હોઇ તે કારણે પગલુ ભર્યાની ચર્ચા છે. વિશેષ નિવેદન લેવાનું બાકી રખાયું છે.

(3:44 pm IST)