રાજકોટ
News of Tuesday, 13th August 2019

ન્યારી-૧ ડેમ રર.૧ર ફુટ ભરાયોઃ પદાધિકારીઓ દ્વારા નવા નીરના વધામણા

રાજકોટઃ શહેરને પાણી પુરૃં પાડતા ન્યારી-૧ ડેમમાં નવા નીર આવતા ન્યારી-૧ ડેમમાં નવા નીરની પૂરતા પ્રમાણમાં આવક થયેલ. જેના અનુસંધાને આજ તા. ૧૩ના રોજ મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, ભાજપ અગ્રણી વંદનાબેન ભારદ્વાજ એડી. સિટી એન્જીનીયર એમ. આર. કમાલીયા, તેમજ સંબંધક અધિકારીઓ ન્યારી-૧ ડેમની સ્થળ મુલાકાત લઇ નવા નીરના વધામણા કરેલ. કુલ રપ ફુટની ઊંડાઇ ધરાવતા ન્યારી-૧ ડેમમાં હાલ જળસપાટી રર.૧૧ ફુટ એટલે કે, તેમાં ૧૦૧૪ એમ.સી.એફ.ટી. પાણી છે. ન્યારી ઝોન હેઠળના વિસ્તારોને આગામી એક વર્ષ સુધી નિયમિત પાણી પુરૃં પાડી શકાય તે માટેનો પુરતો જથ્થો ઉપલબ્ધ થયેલ છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:36 pm IST)