રાજકોટ
News of Tuesday, 13th August 2019

રૂ. બે કરોડ ૯૪ લાખની વિદેશી સીગારેટ ગેરકાયદે દાણચોરીથી આયાત કરવાના કેસમાં રાજકોટના રહીશની જામીન અરજી નામંજુર

આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવાનો નાશ કરે તેવી શકયતા છે : સ્પે. પી.પી. નરેશ સિનરોજાની સફળ રજુઆત

રાજકોટ તા.૧૩ : રૂપીયા બે કરોડ ચોરાણુ લાખની દાણચોરીની વીદેશી સીગરેટના કેસમાં રાજકોટમાં રહેતા   આરોપીની જામીન અરજી ને જામનગરની અદાલતે નકારી કાઢી હતી.   રાજકોટના રહીશ ઉમેશ નંદલાલ પુજારા નામના શખ્સ ઉપર દાણચોરીથી રૂ. ૨,૯૪,૦૦,૦૦૦/- ની વીદેશી બનાવટની સીગરેટો ગેરકાયદેસર આયાત કરવાના આરોપસરા જામનગર સ્થિત ડાયરેકટર ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સના અધીકારીઓએ તા. ૮/૮/ર૦૧૯ના રોજ કસ્ટમ એકટ ૧૯૬૨ની જોગવાઈઓ મુજબ ધરપકડ કરીને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ હતો.

ત્યારબાદ આરોપી ઉમેશ નંદલાલ પુજારાએ પોતે કોઈ ગુન્હો કર્યો નથી તેવા વીધાનો વાળી જામીન અરજી જામનગરના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટા સમક્ષ રજુ કરેલ હતી.

 સેન્ટ્રલ ગર્વમેન્ટના સ્પે. પબ્લીક પ્રોસીકયુટર નરેશ સીનરોજા દ્વારા આ જામીન અરજીનો વીરોધ  કરીને એવી રજૂઆત કરવામાં આવેલ કે હાલનો ગુન્હો ઘણો ગંભીર છે અને દેશની અર્થવ્યવસ્થાને તેમજ જાહેર જીવનને નુકશાન કરે તેવો ગુન્હો છે. આરોપી ઉમેશ પુજારા સામે અને તેના મળતીયાઓ સામે હજુ તપાસ ચાલુ છે અને જો હાલના તબકકે જામીન આપવામાં આવે તો

આરોપી પોતાની વગ વાપરીને અન્ય સાહેદોનો પુરાવો નાશ કરવાનો પ્રયત્ન કરે. આરોપીન કસ્ટમ એકટ હેઠળ નોંધવામાં આવેલ નીવેદનમાં કબુલાત આપેલ છે. આરોપીએ કસ્ટમ એકટની કલમ-૧૩૫ અને તેની પેટા કલમો નીચે ગુનાહીત કૃત્ય કરેલ છે અને જો તેનો ગુન્હો સાબીત થાય તો ૭ વર્ષ સુધીની કેદની સજા કરી શકાય તેવી કાયદામાં જોગવાઈ છે.

આરોપીના નવાગામ રાજકોટ ખાતેના ગોડાઉન તથા આરોપીના નીવાસ્થાને પણ મોટા પ્રમાણમાં  સીગારેટનો જથ્થો મળી આવેલ અને આ બધો જથ્થો ડાયરેકટર ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ, જામનગરના અધીકારીઓએ જપ્ત કરેલ છે.

ે આરોપી ઉમેશ પુજારાની ધરપકડ બાદ તા.૯ ૮ ૨૦૧૯ના રોજ જામનગરના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી અવાશીયા પાસે રજુ કરતા જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ અને ત્યારબાદ આરોપી તરફથી જામીન અરજી રજુ કરવામાં આવેલ હતી.

આ જામીન અરજીનો વીરોધ સેન્ટ્રલ ગર્વમેન્ટના સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર  નરેશ સીનરોજાએ પોતાની લેખીત તથા મૌખીક દલીલથી વીરોધ કરેલ હતો અને સાથે સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરેલ હતા. આ જામીન અરજી જામનગરના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી અવાશીયાએ રદ કરેલ હતી.

આ કામમાં સેન્ટ્રલ ગર્વમેન્ટના સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર નરેશ સીનરોજાએ ડાયરેકટર ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ વતી હાજર રહી દલીલો કરેલ હતી.

(1:15 pm IST)