રાજકોટ
News of Tuesday, 13th August 2019

ખેડુતો પાછલી જીંદગીનું મુકે ટેન્શન, સરકાર આપશે પેન્શન

ભારત સરકારની ઐતિહાસિક યોજનાનો પ્રારંભ : અરજી સ્વીકારવાનો પ્રારંભ : ખેડુતોને પેન્શન કાર્ડ અપાશે : ૧૮ થી ૪૦ વર્ષના નાના અને સિમાંત ખેડુતો લાભાર્થી બનવાપાત્ર ૬૦ વર્ષની ઉમર પછી દર મહિને રૂ. ૩૦૦૦ મળશે

રાજકોટ તા.૧૨ : ભારત સરકારે અગાઉ જાહેર કર્યા મુજબ ખેડુતો માટે પ્રધાનમંત્રી કિશાન માનધન યોજના (પેન્શન યોજના)એ અમલ શરૂ થઇ ગયો છે. ૯ ઓગષ્ટથી ઓનલાઇન અરજીઓ સ્વીકારાઇ રહી છે. ખેડુતો નામ નોંધણીની વધુ માહિતી માટે  કિશાન કોલ સેન્ટર ફોન નં. ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ ઉપર સંપર્ક સાધી શકાય છે. કોન્દ્રીયના રાજ્ય કક્ષાના કૃષિ મંત્રીશ્રી પરસોત્તમભાઇ રૂપાલાએ પાત્રતા ધરાવતા ખેડુતોને યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે.

યોજનાની મુખ્ય બાબતો

 તારીખઃ ૦૧.૦૮.૨૦૧૯ ના રોજ કે ત્યારબાદ,  જેઓની ઉમર ૧૮ થી ૪૦ વર્ષ સુધીની હોય, ૨ હકટર સુધીની ખેતીલાયક/ખેડાણ લાયક જમીનધારક એવા નાના અને સીમાંત ખેડૂતો આ પેન્શન યોજનામાં વિનામુલ્યે અરજી કરીને દાખલ થઈ શકશે. (રૂ.૩૦/ની અરજી ફીનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.), મહેસૂલી રેકર્ડ ઉપર નામ ધરાવતા એક જ કુટુંબના દરેક સભ્ય ખેડ્ત (પતિ અને પત્ની બંને હોય તો, તે દરેકને અલગ અલગ પણ) આ યોજના નીચે અરજી કરી શકશે., યોજનામાં દાખલ થતી વખતની અરજદારની ઉમરને ધ્યાને લઈને પ્રતિ માસ રૂ.૫૫/- થી ૨૦૦/- સુધીનો ફાળો પ્રીમિયમ પેટે ભરવાનો રહેશે., સરકાર તરફથી તેટલી જ રકમનો ફાળો અરજદારના ખાતામાં જમા કરાવશે.,  આ યોજના હેઠળ ખેડૂત પોતાના ૦૧૧-૧૦૫૪ અથવા અન્ય બેન્ક ખાતામાંથી દર માસે ઓટો ડેબીટ પધ્ધત્ત્િ।એ સીધો ફાળો જમા કરાવવાનો રહેશે., ખેડૂત પોતાનો ફાળો ૩/૪/૬ માસનો એક સાથે ભરવાનો વિકલ્પ આપી શકશે. કે આ યોજના હેઠળ તારીખૅં ૦૯.૦૮.૨૦૧૯ થી અરજી કરી શકાશે ે આ યોજનામાં દાખલ થતાં દરેક ખેડૂતોને ઙ્કપેન્શન કાર્ડઙ્ખ આપવામાં આવશે. ે અરજદારની ઉમર ૬૦ વર્ષની થાય ત્યાં સુધી નિયમિત ફાળો જમા કરાવવાનો રહેશે. (ે અરજદારની ઉમર ૬૦ વર્ષ થયા બાદ, તેને પ્રતિ માસ રૂ.૩,૦૦૦/- ની રકમ, તે જીવે ત્યાં સુધી પેન્શન રૂપે મળશે. કે આ યોજના હેઠળ દાખલ થયેલ ખેડૂતનું અવસાન થવાના કિસ્સામાં જો ૬૦ વર્ષ પછી ચાલુ પેન્શને અવસાન થાય તો, અવસાન બાદ તેઓના પતિ/પત્ની (જો તેઓ આ યોજનાના સભ્ય ના હોય તો) માસિક રૂ.૧,૫૦૦ નું કૌટુંબિક પેન્શન  મળશે. (અન્ય કોઈને મળવાપાત્ર નથી)  જો ખેડૂતનું અવસાન ૬૦ વર્ષ પહેલા થાય તો, ૬૦ વર્ષ પછી બાકીના સમય માટે જો પતિ/પત્ની જીવીત હોય અને તે આ યોજનાના સભ્ય ના હોય તો અને જો તેઓ ઈચ્છે તો, બાકીના વિમિત સમય માટે ૬૦ વર્ષની ઉમર સુધીનું પ્રીમિયમ/ફાળો ભરે તો, પતિ/પત્નીને તે જીવે ત્યાં સુધી રૂ.૩,૦૦૦ ના દરે પેન્શન મળશે. , જો જીવીત પતિ/પત્ની આ યોજનામાં ચાલુ રહેવાનું ના ઈચ્છે તો, તેઓને ખેડૂતે ભરેલી રકમ વ્યાજ સહિત પરત મળશે.  જો ખેડૂતનું અવસાન ૬૦ વર્ષે પહેલા થાય તો અને તેઓના પતિ/પત્ની જીવીત ના હોય તો, ખેડૂતે નક્કી કરેલા નોમીનીને ખેડ્તે ભરેલી રકમ વ્યાજ સહિત પરત મળશે. , આ યોજનામાંથી કોઈપણ ખેડૂત, યોજનામાં દાખલ થયાના પ વર્ષ સુધી નીકળી શકશે નહી અને જો નીકળશે તો તેઓને કોઈ રકમ પરત મળશે નહી., આ યોજનામાંથી કોઈપણ ખેડ્ત, યોજનામાં દાખલ થયાના પ વર્ષ બાદ બહાર નીકળી જવાનું નક્કી કરે તો, તેઓને ભરેલ રકમ બેન્ક બચત ખાતાના વ્યાજ સહીત પરત મળી શકશે.

આ યોજના હેઠળ ખેડૂતે ભરવાના ફાળાની રકમ પૈકીની કોઈ પણ રકમ, રાજય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશ, ખેડૂત વતી ભરવા માટે નિર્ણય કરી શકશે.

કેવા ખેડુતોને લાભ નહિ ?

 સરકારની આવી જ અન્ય પેન્શન યોજનાઓનો લાભ મેળવતા ખેડતો, સંસ્થાકીય ખેડતો, પૂર્વ અને વર્તમાન બંધારણીય હોદ્દો ધરાવતા, પૂર્વ કે વર્તમાન મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, મ્યુ. કોર્પોરેશનના મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ,  સરકારી કે સરકાર સહાયિત/નીચેની સંસ્થાઓના પૂર્વ કે ચાલુ કર્મચારીઓ, ર્ં ઈન્કમટેકસ ભરતા ખેડતો, ૨ ડોકટર, એન્જીનીયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કીટેકટ, જેવા વ્યવસાયિક સંસ્થાઓમાં નોંધાયેલા વ્યવસાયકારો  હોય એવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી . આ યોજનાનું અમલીકરણ ભારતીય વીમા નિગમ દ્વારા કરવામાં આવશે. તેનું મોનીટરીંગ અને નિયંત્રણ કૃષિ અને ખેડ્ત કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હી કરશે.

(3:46 pm IST)