રાજકોટ
News of Monday, 13th July 2020

કોરોના સામે જીવનરક્ષક હોમિયોપેથિક દવા ઘરે ઘરે સુધી પહોંચાડાશે : ભારદ્વાજ-ભંડેરી-મિરાણી-રૂપાણી

રાજકોટ તા. ૧૩ : કોવિડ-૧૯ ના સમયમાં ઇમ્યુનીટી બુસ્ટર તરીકે ર લાખથી વધુ લોકોને ઘરે ઘરે હોમિયોપેથીક દવા 'આર્સેનિક આલ્બમ-૩૦' પહોંચાડવામાં આવશે. તેમ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ અને ભાજપ અગ્રણી મેહુલ રૂપાણીએ સંયુકત યાદીમાં જણાવેલ છે.

આયુષ મંત્રાલય તરફથી અપાયેલ વિગતો મુજબ કોરોના વારસ સામે હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ જીવનરક્ષાક પુરવાર થઇ રહી છે. ડાયેરીયા, કફ, શરદી જેવી બીમારીના લક્ષણોધરાવનાર દર્દીઓ માટે આ દવા ખાસ્સી ઉપયોગી છે. કોલેરા, ફલુ, ફીવર, ડીફથેરીયા, ટાઇફોઇડ વગેરે રોગચાળામાં પણ આ હોમિયોપેથી દવા મહત્વપૂર્ણ પુરવાર થઇ છે.

ત્યારે શહેર ભાજપ દ્વારા તમામ બુથમાં આ હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવશે. જે માટે ડો. ભરતભાઇ વેકરીયા, ડો. મહેશભાઇ શીંગાળા, ડો. નરેન્દ્રભાઇ વીસાણી, ડો. અરવિંદભાઇ ભટ્ટ, ડો. શૈલેષભાઇ વરસાણી, ડો. હિમાંશુ પરમાર, ડો. ડી. એલ. રામોલીયા, ડો. દિલીપ મારકણા, ડો. રાજેશ શિંગાળા, ડો. કેતન ત્રાંબડીયા વગેરે સહયોગી બની રહ્યા હોવાનું શ્રી ભંડેરી, શ્રી ભારદ્વાજ, શ્રી મિરાણી, શ્રી રૂપાણીએ યાદીના અંતમાં જણાવેલ છે.

(3:58 pm IST)