રાજકોટ
News of Monday, 13th July 2020

કાલથી શ્રેયસ કોવિડ હોસ્પિટલનો પ્રારંભ

જાણીતા ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો.તુષાર પટેલ, ડો.અમિત પટેલ, ડો.અંકુર વરસાણી, ડો.પુનિત ઠોરીયા, ડો.અમિત વસાણી, ડો.રિતેશ મારડીયા, ડો.અમિત રૂપાલાની ટીમ દર્દીઓની સારવાર કરશે

રાજકોટ, તા. ૧૩ : શહેરના યુવા તબીબો ઇન્ટેન્સીવિસ્ટની ટીમ દ્વારા આવતીકાલે વિદ્યાનગર મેઇન રોડ ઉપર શ્રેયસ કોવિડ હોસ્પિટલનો પ્રારંભ થશે.  છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા ત્રણ ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ છે. દર્દીઓની સારવાર કરવા માટે બેડ ઘટી રહ્યા છે ત્યારે રાજકોટમાં નિવડેલા સફળ ડો.તુષાર પટેલના નેતૃત્વમાં નવી ૨૫ બેડની કોરોના દર્દીઓ માટેની શ્રેયસ કોવિડ હોસ્પિટલ શરૂ થનાર છે.

હજારો ક્રિટીકલ દર્દીઓની સારવાર કરનારઇન્ટેન્સિવિષ્ટની ટીમ  ડો.તુષાર પટેલ, ડો.અમિત પટેલ, ડો.અંકુર વરસાણી, ડો.પુનિત ઠોરીયા, ડો.અમિત વસાણી, ડો.હિતેષ મારડીયા, ડો.અમિત રૂપાલા સહિતની ટીમ માત્ર કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર શ્રેયસ હોસ્પિટલમાં કરવામાં આવશે.

વિદ્યાનગર મેઈન રોડ ઉપર આવેલા શ્રેયસ કોવિડ હોસ્પિટલમાં ૨૮ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રેયસ હોસ્પિટલ ડો. વલ્લભભાઈ કથીરીયાની જૂની હોસ્પિટલ ખાતે કાર્યરત થશે.

વિદ્યાનગર મેઇન રોડ ખાતે આવેલ શ્રેયસ કોવિડ હોસ્પિટલમાં વેન્ટીલેશન, ડાયાબીટીસ, બીપીએ મશીન ઓકસીજન સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં  આવી છે. શ્રેયસ કોવિડ હોસ્પિટલની યુવા તબીબોની ટીમ દ્વારા કોરોના દર્દીઓની સારવાર કરાશે.

(3:57 pm IST)