રાજકોટ
News of Monday, 13th July 2020

મ્યુ.કોર્પોરેશનનાં ૯ સિનીયર કલાર્કને પ્રમોસન સાથે હેડ કલાર્કની બઢતી

રાજકોટ તા. ૧૩ :.. મ્યુ. કોર્પોરેશનની વિવિધ શાખાના નવ સિનીયર કલાર્કને હેડ કલાર્કની બઢતી સાથેનો હુકમ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે મ્યુ. કમિશનરે કરેલ હુકમમાં જણાવ્યુ હતું કે, રાજકોટ મહાનગરપાલિકની જુદી જુદી શાખાઓમાં હેડ કલાર્ક સંવર્ગમાં ખાલી જગ્યાઓ બઢતીથી ભરવાની થાય છે જેથી વેચાણે-૧ થી  ડીપાર્ટમેન્ટ પ્રમોશન કમીટી (ડી. પી. સી.)ની મીટીંગ તા. રર મે ના રોજ રાખવામાં આવેલ જેની કાર્યવાહી નોંધ અનુસાર નિયત પાત્રતા ધરાવતા તથા સીનીયીરીટી લીસ્ટના અગ્રતાકમે આવતા હેમાબેન પરેશભાઇ માળી, નિતીન છગનલાલ ચૌધરી, સુમનબેન રાયસિંહ વસાવા, અજયભાઇ મનુભાઇ પરમાર, કેતન મનહરલાલ રાણા, મહેશ વિનોદભાઇ મુલીયાણા, દિલીપ કાળુભાઇ ચારેલ, શહેરનાઝબેન હબીબભાઇ મારીયા, પૃથ્વીરાજસિંહ લખુભાઇજાડેજા સહિત ૯ કર્મચારીઓને હેડ કલાર્ક સંવર્ગમાં સાતમા પગારપંચ મુજબ પે મેટ્રીકસ લેવલ-૬, ના પગાર ધોરણમાં બઢતી આપવાનું મંજૂર કરવા નિર્ણય થયેલ છે.

(3:56 pm IST)