સમસ્ત દરજી સમાજ દ્વારા પર્સનાલીટી સેમીનાર
રૈયા રોડ પર આવેલ સોરઠીયા દરજી જ્ઞાતિની વાડી ખાતે સમસ્ત દરજી સમાજ દ્વારા પર્સનાલીટી ડેવલપમેન્ટ મોટીવેશન સેમીનાર યોજવામાં આવ્યો હતો. જ્ઞાતિના યુવક યુવતીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ પ્રાઇમ ટ્રેનર ભરત દુદકીયાએ ઓડીયો વિઝયુઅલ માર્ગદર્શન આપેલ. દરમિયાન દરેક પાર્ટીશીપેટને પ્રમાણપત્ર અને પ્રથમ ત્રણ વિજેતાને ગીફટ આપવામાં આવેલ. પ્રમુખ ઉમેશભાઇ ધામેચા (જે. પી.) દ્વારા આયોજીત આ સમારોહ માટે અધ્યક્ષ વિનુભાઇ પીઠડીયા અને સલાહકાર તનસુખભાઇ ગોહેલનો આર્થીક સહયોગ મળ્યો હતો. જ્ઞાતિ આગેવાનો નીરંજનભાઇ સોલંકી, સુરેશભાઇ મકવાણા, દિપકભાઇ પીઠડીયા, મધુભાઇ પરમાર, કલ્પેશભાઇ ગોહેલ, બી. ટી. રાઠોડ, જીતુભાઇ પરમાર, જીતુભાઇ મકવાણા, ભાવેશભાઇ મકવાણા, હેમતભાઇ ચૌહાણ, વજુભાઇ પીઠડીયા, મીનાબેન પીઠડીયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મનીષઇભા સોલ઼કી, હરીશભાઇ જંગબારી, યોગેશભાઇ પીઠડીયા, મીલાપભાઇ ચાવડા, સંદીપભાઇ ગોહેલ, જયેશભાઇ દુદકીયા, હરીક્રીષ્ન ચાવડા, પ્રીતિ દુદકીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.