રાજકોટ
News of Friday, 13th July 2018

બોગસ લાયસન્સના આધારે રાજકોટમાં ગેરકાયદેસર ગન રાખીને સિક્યુરિટીની નોકરી કરતા પાંચ શખ્સોને જમ્મુ કાશ્મીરના એસઓજીએ ઝડપી લીધા

રાજકોટમાં બોગસ લાયસન્સના આધારે ગેરકાયદેસર ગન રાખીને સિક્યુરિટીની નોકરી કરતા પાંચ શખ્શોને જમ્મુ કાશ્મીરના એસઓજીએ ઝડપી લીધા છે

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગહલૌત તથા સંયુકત પોલીસ કમિશ્નર ડી.એસ. ભટૃ ની આગામી રથયાત્રા પર્વ અનુસંધાને ગે.કા. પ્રવૃતિ રોકવાની સુચના તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ બલરામ મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર  ડો.કરનરાજ વાઘેલા ના વિશેષ માર્ગદર્શન થી તથા ઇન્‍ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર એચ.એમ. ગઢવી ક્રાઇમનાઓની તથા એસ.ઓ.જી. રાજકોટ શહેર પો.ઇન્‍સ. એસ.એન.ગડ્ડ ના રાહબરી હેઠળ અમો  ઓ. પી. સીસોદીયા પો. સબ ઇન્‍સ. ગે.કા. હથીયાર  તથા ગે.કા. પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા માટે અમો તથા એસ.ઓ.જી. સ્‍ટાફના માણસો શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્‍યાન  સાથેના હેડકો. આર.કે. જાડેજા તથા પો. હેડ કોન્‍સ. મોહિતસિંહ જાડેજા તથા  પો.કોન્‍સ. ક્રિપાલસિંહ ચુડાસમા ને મળેલ ખાનગી હકિકતના આધારે રાજકોટ શહેર વિસ્‍તારમાં અલગ અલગ સીકયુરરીટી એજન્‍સીઓમાં બનાવટી લાયસન્‍સ આધારે નોકરી કરતા સીકયુરીટી ગાર્ડોને ગેરકાયેસર ૧ર બોર રાયફલ નંગ-પ  તથા જીવતા કાર્ટીસ નંગ-પ૬ ની કુલ કિં રૂ. ૧૯પ૬૦૦-૦૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

પકડાયેલા આરોપીઓઃ- (૧) કમલસીંગ ક્રિષ્‍નલાલ (ર) દીલીપસીંગ નૈનસીંગ(૩) રોમેશસીંગ હરીસીંગ (૪) સુરજીતસીંગ બલદેવસીંગ (પ)  કાશ્‍મીરીસીંગ મસ્‍તરામસીંગ તમામ રહે. રાજોરી જમ્‍મુ કાશ્‍મિરની ધરપકડ કરાઇ છે.

આ કામગીરીમાં પો.સ.ઇ. ઓ.પી. સીસોદીયા તથા પો.સ.ઇ.અેચ. અેમ. રાણા તથા  પો.હેડ કોન્‍સ.આર. કે. જાડેજા તથા ધર્મેન્‍દ્રસિંહ રાણા તથા વિજયભાઇ શુકલ તથા મોહિતસિંહ જાડેજા તથા રાજેશભાઇ ગીડા તથા ક્રિપાલસિંહ ચુડાસમા તથા બ્રીજરાજસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજા તથા અનીલસિંહ જાડેજા તથા ધમભા પરમાર તથા કૃષ્‍ણસિંહ ઝાલા તથા રણછોડભાઇ આલ તથા જયવિરભાઇ ગઢવી તથા જીતુભા ઝાલા તથા ગીરીરાજસિંહ જાડેજા તથા વિજુભા ઝાલા તથા વિજયસિંહ જાડેજા તથા નિર્મળસિંહ ઝાલા તથા મેહુલભાઇ મઢગી તથા ગીરીરાજસિંહ ઝાલા  જોડાયા હતાં.

 

(10:57 pm IST)