રાજકોટ
News of Friday, 13th July 2018

કોર્પોરેશન સંચાલીત હાઇસ્કુલની છાત્રાઓ માટે 'સ્માર્ટ ગર્લ્સ' વર્કશોપ

તા.૧૬ ના સ્વામીનારાયણ ચોક, સરોજીની નાયડુ સ્કુલ ખાતે આયોજનઃ આ વર્કશોપમાં : વિદ્યાર્થીનીઓને ભાગ લેવા માધ્યમિક શિક્ષણ સમીતી ચેરમેન અંજનાબેન મોરઝરીયાનો અનુરોધ

રાજકોટ, તા., ૧૩: વિદ્યાર્થીઓના વિકાસ માટે મહાનગર પાલીકા સંચાલીત સરોજીની નાયડુ સ્કુલ, કૃષ્ણનગર મેઇન રોડ, સ્વામીનારાયણ ચોક ખાતે રાજકોટ મહાનગર પાલીકાની માધ્યમિક સ્કુલની વિદ્યાર્થીનીઓ માટે તા.૧૬ના રોજ સ્માર્ટ ગર્લ્સ વર્કશોપ યોજાશે તેમ કોર્પોરેશનની માધ્યમીક શિક્ષણ સમીતીના ચેરમેન અંજનાબેન  મોરઝરીયાએ જણાવ્યું હતું.

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કોર્ષ ૬ મોડયુલમાં વહેંચાયેલો છે પ્રથમ મોડયુલ છે. સેલ્ફ એવરનેસ આ વર્કશોપમાં ઉપસ્થિત યુવતીઓ પોતાના વિષે માહીતી આપે છે.

યુવતીના માતા-પિતાને પણ આ વર્કશોપનો હિસ્સો બનાવી બે પેઢી વચ્ચેનું વૈચારીક અંતર દુર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ભારતીય જૈન સંગઠન દ્વારા પુનાના સ્થાપક પ્રમુખ શાંતીલાલજી મુથ્થા તથા હાલના પ્રમુખ પ્રફુલ્લાજી પારેખ છે. આ વર્કશોપના ટ્રેઇનર તરીકે દર્શનાબેન કોઠારી તેમજ શૈલીબેન શાહ છે.

રાજકોટ મહાનગર પાલીકાની હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓ પોતાના વિકાસ માટે આ વર્કશોપમાં અચુક જોડાય તેમ માધ્યમીક શિક્ષણ સમીતીના ચેરમેન અંજનાબેન મોરજરીયાએ અનુરોધ કર્યો છે.

(4:27 pm IST)