રાજકોટ
News of Friday, 13th July 2018

વોર્ડ નં. ૧૫માં સફાઇ ઝુંબેશનું ચેકીંગ કરતા બંછાનિધી : બેદરકાર સફાઇ કામદારોને છુટા કરવા હુકમ

આજે સવારે મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વોર્ડ નં. ૧૫ ના વિવિધ વિસ્તારો જેવાકે ૮૦ ફૂટ રોડ, સર્વોદય સોસાયટી, થોરાળા, કસ્તુરબા હરિજન વાસ, કુબલીયાપરા વગેરે વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ તકે ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા શાસક પક્ષના નેતા  દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામ સાગઠીયા, તેમજ ડેપ્યુટી કમિશનર ચેતન ગણાત્રા, સિટી એન્જી. ચિરાગ પંડ્યા, નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી વગેરે પણ સ્થળ પર સાથે હતાં તે વખતની તસ્વીરો. આ વિસ્તારોની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ ટ્વીન બિન અને વોંકળાઓની નિયમિત સફાઈ થાય તેમજ અત્યારે ચોમાસાની રૂતુમાં વિસ્તારોમાં ગંદકીનો પ્રશ્ન ના રહે તે રીતે સ્વછતાલક્ષી કામગીરી કરવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. કમિશનરે વિસ્તારોની મુલાકાત વખતે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ સાથે પણ વાતચિત કરી હતી. કમિશનરશ્રીએ બુલડોઝર વડે ચાલી રહેલી વોંકળાની સફાઈ કામગીરી પણ નિહાળી હતી. તેમણે આ વિસ્તારોના નાગરિકોને આરોગ્ય, ડ્રેનેજ અને સફાઈ લગત સેવાઓ વ્યવસ્થિતરીતે ઉપલબ્ધ બની રહે તે નિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી. આઉપરાંત કમિશનરશ્રીએ સ્થાનિક લોકો સાથેની વ્ચાતચીતમાં જાહેર માર્ગો પોતાના રહેઠાણની આસપાસના વિસ્તારો સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો.

(4:19 pm IST)