રાજકોટ
News of Friday, 13th July 2018

આરોગ્ય વિભાગ તથા ગીરનાર સોની સમાજ દ્વારામાં વાત્સલ્ય કેમ્પ યોજાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પૂરી પડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે તા. ૦૮/૦૭/૧૮ ના રોજ ગીરનાર સોની સમાજની વાડી, રાણીગાવાડી, કાન્તા સ્ત્રી વિકાસગૃહ રોડ, રાજકોટ. ખાતે મુખ્યમંત્રી અમૃતમ ''માં'' વાત્સલ્ય કેમ્પ યોજયો હતો. આ કેમ્પમાં વિવિધ વિસ્તારના પ્રસીષ પરિવારોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવેલ. આ કેમ્પનું ઉદદ્યાટન  ગોવિંદભાઈ પટેલ –  હસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવવામાં આવેલ. તેમજ કાર્યક્રમની અધ્યક્ષતામાં શ્રી બીનાબેન આચાર્ય હાજર રહેલ. તેમજ આ કેમ્પમાં માન. મેયરશ્રી બીનાબેન આચાર્ય તથા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીન ઠાકર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ ''માં'' કાર્ડ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે માન. શ્રી મોહનભાઈ કુંડારીયા – સંસદસભ્યશ્રી, રાજકોટ, માન. શ્રી ધનસુખભાઈ ભંડેરી – કમલેશભાઈ મીરાણી અરવિંદભાઈ રૈયાણી –  લાખાભાઈ સાગઠીયા – નીતિનભાઈ ભારદ્વાજ અંજલીબેન રૂપાણી – અશ્વિનભાઈ મોલીયા  દલસુખભાઈ જાગાણી  અજયભાઈ પરમાર  દેવાંગભાઈ માંકડ   જીતુભાઈ કોઠારી કમલેશભાઈ રાઠોડ (મહામંત્રીશ્રી, રાજકોટ શહેર ભા.જ.પ.) ખાસ હાજર રહેલ.  તેમજ આ કેમ્પમાં મુખ્ય મહેમાનશ્રીઓ   ચિમનભાઈ લાલજીભાઈ લોઠીયા –  વજુભાઈ ટપુભાઈ લોઠીયા મહેશભાઈ વ્રજલાલ લોઠીયા –  રજનીભાઈ ચુનીલાલ લોઠીયા – ટ્રસ્ટી, શ્રી નીતિનભાઈ રમણીકલાલ દ્યુટલા – મંત્રી, શ્રી પ્રફુલભાઈ ગગનલાલ લોઠીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.(૨૨.૧૧)

(4:17 pm IST)