રાજકોટ
News of Friday, 13th July 2018

રાજસ્થાની મહિલાને સંતાનો સાથે ભગાડી ગયેલા હરેશ પ્રાજાપતિને પકડોઃ પતિના ધરણા

મારવાડી યુવાન સહિતના લોકો પોલીસ કમિશનર કચેરીએ ઉમટયા

રાજકોટઃ રૈયાધાર મારવાડી મફતીયાપરામાંં રહેતી રાજસ્થાની મહિલા ભાગવતી ગોપી રામ ભાટી (ઉ.રપ) તેના બે સંતાન ત્રણ વર્ષનો રવિન્દ્ર અને દોઢ વર્ષની પુત્રી મનિષા સાથે રૈયાધારનો હરેશ પ્રજાપતિ લલચાવી ફોસલાવી ભગાડી જતા મહિલાના પતિ ગોપરામ હરીરામ ભાટીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી હતી તેર દિવસ થયા છતા પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા મહિલાના પતિ ગોપીરામ ભાટી તથા રાજસ્થાની સમાજના લોકો પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચી પતિએ ધરણા કરી જોઇન્ટ કમિશનરને હરેશ પ્રજાપતિને તાકીદે પકડી કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.(૬.૨૨)

 

(4:16 pm IST)