રાજકોટ
News of Friday, 13th July 2018

રૈયા સ્માર્ટ સિટી કેવુ હશે ? : રવિવારે વિજયભાઇના હસ્તે પ્લાનનું લોન્ચીંગ

પત્રકાર પરિષદમાં વિગતો રજુ કરતા મેયર બીનાબેન, ઉદયભાઇ, કમિશ્નર બંછાનિધી :અટલ બિહારી વાજપેયી ઓડિટોરીયમ ખાતે સવારે ૮ વાગ્યાથી નેશનલ સમિટ : ૧૦૦ સ્માર્ટ સિટીના મેયર - કમિશ્નરો સુચનો રજૂ કરશે : સ્માર્ટ સિટી વેબસાઇટ - આજી ડેમે સોલાર પ્લાન્ટ અને સ્માર્ટ સિટી એ.બી.ડી. તથા ઇ-મેગેઝીનના લોકાર્પણો મુખ્યમંત્રીના હસ્તે થશે

રૈયા સ્માર્ટ સીટીની નેશનલ સમિટ રવિવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનાર છે. તેની વિગતો પત્રકાર પરિષદમાં રજૂ કરી રહેલા મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની વગેરે દર્શાય છે.

રાજકોટ તા. ૧૩ : મ્યુ. કોર્પોરેશન દ્વારા રૈયા સ્માર્ટ સીટીનું આયોજન કરાયું છે. આ સ્માર્ટ સીટી કેવું હશે ? તેનાં એરીયા બેર્ઝડ પ્લાનનું લોન્ચીંગ આગામી તા. ૧૫ને રવિવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થશે. આ ઉપરાંત આજ દિવસે સ્માર્ટ સીટી અંગે નેશનલ સમિટ યોજાશે.

આ અંગે આજે મ્યુ. કોર્પોરેશનમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં મેયર બીનાબેન આચાર્ય તથા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડ અને મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ સંયુકત રીતે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, 'સ્માર્ટ સીટી' આવો શબ્દપ્રયોગ આપણે છેલ્લા ઘણાં સમયથી સાંભળતા આવ્યા છીએ. સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને ડીજીટલ ઇન્ડિયાની જેમ જ, સ્માર્ટ સીટીનો કન્સેપ્ટ અને તેનો શબ્દપ્રયોગ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના કાર્યકાળથી જ શરૂ થયો છે. કેન્દ્ર સરકારના સપના અને વિઝન મુજબ ભરતામાં એકસાથે ૧૦૦ સ્માર્ટ સીટી બનવવાનું લક્ષ્ય છે અને એમાં આપણા રાજકોટ શહેરનું નામ પણ છે.

આપણા માટે વધુ ગૌરવની વાત એ છે કે આખા ભારતમાં ૧૦૦ શહેરોને, સ્માર્ટ સીટી બનાવવાનો જે ટાર્ગેટ છે તેના સંદર્ભમાં સ્માર્ટ સીટીની રાષ્ટ્રીય કક્ષાની સમીટ રાજકોટના યજમાનપદ હેઠળ થશે. તારીખ પંદર જુલાઈ એટલે કે બે દિવસ પછી પેડક રોડ પરના અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમમાં સવારે આઠ વાગે, આપણા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની હાજરીમાં સ્માર્ટ સીટી સમીટનો પ્રારંભ થશે. જેમાં 'સ્માર્ટ સીટી મિશન' નીચે આખા રાષ્ટ્રમાંથી ૧૦૦ પસંદગી પામેલા શહેરના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે અને સ્માર્ટ સીટી મિશન ઉપર પોતાના વિચારો રજુ કરશે. વધુમાં, કેન્દ્ર સરકારના આઈ.એ.એસ અધિકારીઓ, રાજય સરકારના આઈ.એ.એસ. અધિકારીઓ, ઘણાં બધા શહેરોના મેયરશ્રીઓ, ઘણાં અધિકારીઓ અને વિષય નિષ્ણાતો હાજર રહેશે.

રાજકોટની વાત કરીએ તો સરકારે કુલ મળીને ૨૬૨૩ કરોડનું ફંડ ફકત રાજકોટ માટે મંજુર કર્યું છે. આપણે એક આઈ-વે ફેઇઝની ૪૭ કરોડની કામગીરી પૂર્ણ થઇ અને બીજા એટલે કે આઈ-વે ફેઇઝ-૨ની ૨૨ કરોડના ખર્ચની કામગીરી ચાલુ છે. અટલ સરોવર યોજના ચાલુ છે, અન્ય પ્રોજેકટ હેઠળ ૮૮ કરોડના ટેન્ડરની કામગીરી ચાલુ છે. તેના સિવાય પણ માસ્ટર પ્લાન ડેવલપમેન્ટ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેકટ અને ૨૪ બાય ૭ વોટર સપ્લાય જેવા મહત્વના કામો પણ ચાલુ છે. સ્પોર્ટ્સ માટેનો આખો જુદો વિસ્તાર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ જેવી ઘણી સવલતો રાજકોટને મળશે.

રૈયા સ્માર્ટ સિટી સંદર્ભે સમિટમાં જે વિષયોની ચર્ચા થશે તે મુજબ

 ટ્રીનીટી ઓફ આઈ.ઓ.ટી.ની પ્રથમ ચર્ચા થશે. જેમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ.  ઇન્ટરનેટ વડે શહેરની ઘણી બધી સીસ્ટમને જોડીને ઈન્ફ્રાસ્ટ્રકચરથી માંડીને સિકયોરીટી સોલ્યુશન જેવી ખુબ મહત્વની કામગીરી આ પ્રોજેકટ નીચે આવશે. લોકોની સુખાકારી માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કે પાણીના વિતરણની વ્યવસ્થા પણ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ હેઠળ જ આવશે. આપણે રાજકોટની પ્રજાને ફ્રી વાઈ.ફાઈ. ઝોન પણ આપવા માંગીએ છીએ. આપણા આ મહત્વાકાંક્ષી પ્રોજેકટની વિશ્વ બેન્કે નોંધ લીધેલી અને તમામ ભારતીય શહેરોમાંથી ફકત રાજકોટ જ તેમાં છે તે આપણા સૌ માટે ગૌરવની વાત કહેવાય.  બીજો મુદ્દો છે બિલ્ડીંગનો. બાંધકામમાં ફકત આર્કીટેકચર કે એન્જીનીઅરીંગ જ નહિ પર્યાવરણના પાસાઓ પણ લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સમાવિષ્ટ થવા જોઈએ. પંદર તારીખની સમીટમાં વિશ્વ સ્તરના તજજ્ઞો તે બાબતે પણ પ્રકાશ પાડશે.

કોઈ પણ સ્માર્ટ સીટી સુયોગ્ય ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશનીની વ્યવસ્થા વિના અધૂરૃં છે. ઈન્ટરનેટ અને ડીજીટલ માધ્યમોનો આ ત્રીજા મુદ્દા માટે પણ ઉપયોગ કરવાનો છે. વૈશ્વિક સ્તરે ટ્રાફિક માટે શ્રેષ્ઠ સેવાઓ કઈ છે તે માહિતી પણ આ સમીટ દ્વારા મળી શકશે.

સતત પ્રદુષણની માત્ર વધતી જાય છે તો વેસ્ટ મેનેજમેન્ટ પણ સ્માર્ટ સીટી મિશનનો એક અગ્રીતાક્રમ છે. વેસ્ટ મેનેજમેન્ટના નિષ્ણાતો સ્માર્ટ સીટી સમીટમાં આ વિષે પોતાના વિચારો અને નવી ટેકનીક વિષે વાત કરશે.

આ તકે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડે જાહેરાત કરી હતી. કે, ખાસ તો આ સમીટમાં આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણી  ચાર મહત્વના લોન્ચિંગ કરવાના છે.

(૧) સ્માર્ટ સીટી વેબસાઈટ (૨) સ્માર્ટ સીટી રાજકોટનો એરિયા બેઝડ પ્લાન (૩) આજી ડેમ વોટર વર્કસ પમ્પીંગ સ્ટેશન પાસેનો સોલાર પ્લાન્ટ (૪) 'ઈલેટસ' કંપનીનું ઈ-ગવરનન્સ મેગેઝીન વગેરેનો સમાવેશ છે. આ પત્રકાર પરિષદમાં ડે.મેયર અશ્વિન મોલિયા, શાસક નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના પદાધિકારીઓ તથા ડે.કમિશ્નર ચેતન ગણાત્રા, ચેતન નંદાણી, સ્માર્ટ સીટી સી.ઇ.ઓ. ભાવેશ જોષી, કે.એસ.ગોહેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રૈયા સ્માર્ટસીટીમાં રર બગીચા-૬ આવાસ યોજનાઓ-સ્પોર્ટસ કોમ્પલેક્ષો હશે

૮ કી.મી.નો બી.આર.ટી.એસ. રૂટ

રાજકોટ : રૈયા સ્માર્ટ સીટીની ખાસ ટી. પી. સ્કીમ કુલ ૩૩ લાખ ચો. મી. જમીનમાં બની છે. જેમાં કુલ પ૧રર૦ર ચોરસ મીટરનાં ટી. પી. રોડ હશે.

તે પૈકી ૬૦.૦ મીટરનાં ૧.પ૦ કિલો મીટર, ૪પ.૦ મીટર ૩.૪૧ કિલોમીટર, ૪૦.૦ મીટર ૧.૯૬ કિલોમીટર, ૩૬.૦ મીટર ર.૩૧ કિલો મીટર, ર૪.૦ મીટર, ૪.૬૬ કિલો મીટર, ૧૮.૦ મીટર પ૮૦ મીટર, ૧ર.૦ મીટર ૮૦ર મીટરના રોડ બનશે. આ ઉપરાંત (અ) સોશીયલઇન્ફાસ્ટ્રકચર ૪૬૭ર૧૧ ચોરસ મીટર (૭ પ્લોટસ) ત્થા  રર બગીચા ર૦૮૪રર ચોરસ મીટર જમીનમાં બનશે. ત્થા ૮૬૯૬પ ચોરસ મીટરના જમીનમાં  ૬ આવાસ યોજના બનશે. રહેણાક વેચવા માટે ૯૦પ૬૮ ચોરસ મીટરના પ પ્લોટસ અને કોમર્શીયલ વેચવા માટે ૧૪૧૮૬૩ ચોરસ મીટરના જમીનમાં ૭ પ્લોટ છે.

આ ઉપરાંત ર૦૦ ફુટ રોડ, ડેવલપમેન્ટ પ્લાનમાં સ્પેશીયલ સ્માર્ટ સીટી નોડના ઝોનીંગ મુજબ ત્થા વિશાળ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ મલ્ટી એકટીવીટી સેન્ટર બી. આર. ટી. એસ. કોરીડોર અને પહોળા ટી.પી. રોડનું આયોજન તથા સ્કીમ વિસ્તારમાં તમામ હયાત તળાવો યથાવત રાખવા આયોજન અને તમામ વોંકળા ખુલ્લા રહે તેવું આયોજન છે.

(4:16 pm IST)