રાજકોટ
News of Friday, 13th July 2018

ડી.ડી.ઓ. વરસાદી અસરગ્રસ્ત ગામોના સતત સંપર્કમાં

મોડીરાત સુધી ઓફીસમાં ધમધમાટ

રાજકોટ, તા. ૧૩ : જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને અનુલક્ષીને ગઇકાલે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ ઓફીસમાં રોકાઇને કોટડાસાંગાણી, ગોંડલ, જેતપુર, વગેરેના અસરગ્રસ્ત ગામોના સરપંચો, તલાટીઓ સાથે સંપર્ક રાખ્યો હતો.

તેમણે રીબ, રીબડા, શાપર, મોણપર, દેવકીગાલોળ, દાળિયા વગેરે ગામોની વરસાદની અસરની છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિની માહિતી મેળવી બચાવ, રાહતની કામગીરી અંગે માર્ગદર્શક સૂચના આપી હતી. મેઘાવી માહોલને અનુલક્ષીને તેમણે જિલ્લા પંચાયતના સમગ્ર તંત્રને સજાગ રહેવા સૂચના આપી છે.(

(4:15 pm IST)