રાજકોટ
News of Friday, 13th July 2018

સંજયનગરમાં સોમાભાઇ ચૌહાણના મકાનમાં આગઃ ૧૦ હજારનું નુકશાન

આગમાં ઇલેકટ્રીક બોર્ડ, વાયરીંગ, પતરા અને ટીવી બળી ગયાઃ શોટ સર્કિટના કારણે આગ લાગી

રાજકોટ, તા., ૧૩: જામનગર રોડ પર જુના જકાતનાકા પાસે સંજયનગરમાં આવેલા મકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફે આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ સંજયનગર શેરી નં. ૧ માં રહેતા સોમાભાઇ રત્નાભાઇ ચૌહાણના મકાનમાં એકાએક આગ લાગતા ભુરાભાઇ નામના વ્યકિતએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફ એમ્બ્યુલન્સ તથા એક ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં ઇલેકટ્રીક બોર્ડ, પતરા, વાયરીંગ તથા ટીવી સહીતનો માલસામાન બળી ગયો હતો. આગ શોટ સર્કિટના કારણે અને તેમાં અંદાજે ૧૦ હજારનું નુકશાન થયું હોવાનું મકાન માલીકે જણાવ્યું છે.

(4:13 pm IST)