રાજકોટ
News of Friday, 13th July 2018

મવડી વિસ્તારમાં શાળા-કોલેજ આસપાસ આરોગ્ય વિભાગના દરોડાઃ વાસી પફ, તમાકુ, સીગારેટનો નાશ

રાજકોટ તા.૧૩: મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય વિભાગ દ્વારા મવડી વિસ્તારમાં શાળા-કોલેજની ૧૦૦ મીટર નજીક તમાકુનું વેંચાણ કરતા ૧૧ વેપારીને નોટીસ પાઠવી ૬ કિલો વાસી પફ, તમાકુ-૧૬ પેકેટ, બીડી-સીગારેટ-૨૮ પેકેટ સહિત અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડ, ડેઝીગ્નેટેડ ઓફિસર એ.એન. પંચાલની સુચના મુજબ તથા એફએસઓ કે.જે. સરવૈયા, એચ.જી. મોલીયા, આર.આર. પરમાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ મીટર નજીક વેચાણ થતા તમાકું ઉત્પાદનની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શ્રી પટેલ એન્ડ કોલ્ડ્રીંકસ અંકુર વિદ્યાલય પાસે, શ્રધ્ધા પાન એન્ડ કોલ્ડ્રીંકસ અંકુર વિદ્યાલય પાસે, ગોકુલ સોડા શોપ એન્ડ પાન અંકુર મેઇન રોડ, ક્રિષ્ના ડેરી ફાર્મ અંકુર મેઇન રોડ, હરસિધ્ધી ડેરી ફાર્મ અંકુર મેઇન રોડ, ઉમીયાજી સોડા શોપ અંકુર મેઇન રોડ, ચામુંડા પાન એન્ડ પ્રોવિઝન જલારામ સોસાયટી શે.નં.ર, શિવમ પાન એન્ડ કોલ્ડ્રીંકસ દર્શન સ્કૂલ પાસે, આસ્થા રેસીડેન્સી, શુભમ ડેરી ફાર્મ લક્ષ્મણ જુલા સોસાયટી, આસ્થા રેસીડેન્સી, ગુરૂકૃપા ડિલકસ પાન હરિ દર્શન વિદ્યા સંકુલ સામે. મવડી ગામ પાસે, માધવ ડિલકસ પાન વિશ્વેશ્વર સોસાયટી, મવડી ગામ પાસે સહિત આશરે ૧૬ વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરેલ જેમાં ૧૧ આસામીઓને ત્યાંથી COPTA હેઠળ રૂ. ૧૨૦૦/- દંડ વસુલ કરેલ તેમજ વાસી પફ-૦૬કિલો, તમાકું-૧૬ પેકેટ, બીડી-સીગરેટ-૨૮ પેકેટ, અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો છે. અને નોટીસ પાઠવવામાં આવી છે.

(4:12 pm IST)