રાજકોટ
News of Friday, 13th July 2018

જંકશન પ્લોટમાં તૂફાન ગાડીમાં બેસી જૂગાર રમતાં પાંચ પકડાયા

પ્ર.નગર પોલીસે કુલ ૧,૮૯,૬૨૦નો મુદ્દામાલ કબ્જે લીધો

રાજકોટ તા. ૧૩: જંકશન પ્લોટ-૧૫માં એસબીઆઇના એટીએમ સામે તૂફાન ગાડી નં. જીજે૩એડબલ્યુ-૫૬૩૧માં બેસી તિનપત્તીનો જૂગાર રમી રહેલા પાંચ શખ્સો અમઝદ ઇબ્રાહીમભાઇ દલ (ઉ.૪૨-રહે. ભીસ્તીવાડ મસ્જીદ પાસે), રશીદ જુમાભાઇ સિપાહી (ઉ.૩૨-રહે. જુના બસ સ્ટેશન સામે મોરબી), સમીન સુલતાનભાઇ કુરેશી (ઉ.૩૬-રહે. વાવડી રોડ કારીયા સોસાયટી, મોરબી), દાઉદશા રહેમશા શાહમદાર (ઉ.૪૪-રહે. જુના બસ સ્ટેશન પાસે મોરબી) અને પ્રવિણ પ્રહલાદભાઇ વ્યાસ (ઉ.૫૩-રહે. નવલી રોડ યમુનાનગર-૪ મોરબી)ને પ્ર.નગર પોલીસે પકડી લઇ રોકડા રૂ. ૧૨૬૨૦, રૂ. ૨૭ હજારના ૬ ફોન તથા ૧II લાખની તૂફાન ગાડી મળી કુલ રૂ. ૧,૮૯,૬૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

એડી. ડીસીપી હર્ષદ મહેતાની સુચના અને પી.આઇ. બી. એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. રાઠોડ, દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ મકવાણા, મોહસીનખાન મલેક, જયદિપભાઇ ધોળકીયા, પ્રદિપસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, મનજીભાઇ ડાંગર અને જયેન્દ્રસિંહ પરમારે આ દરોડો પાડ્યો હતો.

(4:00 pm IST)