રાજકોટ
News of Friday, 13th July 2018

બે વાહનચોર ધરમ ઉર્ફ કાળીયો અને રાહુલ ઉર્ફ રવિને ક્રાઇમ બ્રાંચે પકડ્યા

હેડકોન્સ. પુષ્પરાજસિંહ પરમાર, પ્રતાપસિંહ ઝાલા અને કોન્સ. યુવરાજસિંહની બાતમીના આધારે લક્ષ્મીનગર નાલા પાસેથી ધરપકડ

રાજકોટઃ વાહનચોરીના ગુનામાં સામેલ બે શખ્સો ધરમ ઉર્ફ કાળીયો પરેશભાઇ કતીરા (ઉ.૨૨-રહે. મવડી ચોકડી વિનાયકનગર) તથા રાહુલ ઉર્ફ રવિ કિશોરભાઇ સાપરા (ઉ.૨૪-રહે. ઉદયનગર)ને ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. પુષ્પરાજસિંહ પરમાર તથા પ્રતાપસિંહ ઝાલા અને કોન્સ. યુવરાજસિંહ ઝાલાને મળેલી બાતમી પરથી પકડી લેવાયા છે. એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ ડી. પી. ઉનડકટ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, ભરતભાઇ વનાણી, પુષ્પરાજસિંહ પરમાર, પ્રતાપસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, હરેશગીરી ગોસાઇ, યુવરાજસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

(3:59 pm IST)