રાજકોટ
News of Friday, 13th July 2018

કલેકટરને ૧૭ ગૌશાળા સંચાલકોનું આવેદનેઃ વરસાદ ખેંચાયો છેઃ પશુદીઠ ૪ કિલો ઘાસ આપો

કાયમી રૂ.૨૦ની સહાય કરોઃ અન્ય પણ માંગણીઓ મૂકી

રાજકોટ તા.૧૩: રાજકોટ જિલ્લાની ૧૭ જેટલી ગૌશાળાના સંચાલકોએ કલેકટરને આવેદન પાઠવી વિવિધ માંગણીઓ કરી હતી.

આવેદનમાં જણાવેલ કે હાલ વરસાદ ખેંચાયો છે, આથી વિનામૂલ્યે પશુદીઠ ૪ કિલો ઘાસ આપવામાં આવે, કાયમી પશુદીઠ રોજની રૂ. ૨૦ની સહાય ચૂકવવામાં આવે.

આ ઉપરાંત આવેદનમાં હયાત જમીન ઉપર કાયમી ઢબે મંજુરી આપવા, ગૌ પ્રોડકટ અંગે મદદ કરવા, કાયમી વાવવા લાયક ગૌચરની જમીન આપવા પણ રજૂઆતો કરાઇ હતી.

જે ગૌશાળાના સંચાલકો હાજર હતા, તેમાં કિસાન ગૌશાળા, રાધે, મા ગૌરી, જુગલ હનુમાન, ગોવર્ધન, મા સંતોષી, મા ખોડીયાર, નંદરી, ગાયત્રી આશ્રમ રતનપર, સરદાર, મામાસાહેબ, સારંગી, તીર્થધામ, વૃંદાવન, શ્રીજી-નંદિની ન્યારા ગૌશાળાનો સમાવેશ થાય છે.

(3:58 pm IST)