રાજકોટ
News of Friday, 13th July 2018

લક્ષ્મીનગરનું નાલુ સ્વીમિંગ પૂલ બન્યું

થોડા અમથા વરસાદમાં પણ લક્ષ્મીનગરનું નાલુ નાનકડા સ્વીમિંગ પૂલમાં પરિવર્તિત થઇ જાય છે...આજે સવારથી છુટોછવાયો વરસાદ શરૂ થયો હોઇ અને બપોરે થોડીવાર માટે ધોધમાર વરસતાં લક્ષ્મીનગરનું નાલુ અડધુ ભરાઇ ગયું હતું. ટુવ્હીલર અને રિક્ષાચાલકોએ આવા સમયે વાહનો હંકારવાનું ટાળી દીધુ હતું. બીજી તરફ એક જીપ ચાલકે ધસમસતા પાણી વચ્ચે જોખમ ખેડી જીપ હંકારી મુકી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:55 pm IST)